કાર પલટી ખાઇ જતા એક ઘટના સ્થળે જ કરૂણ મોત

ગરુડેશ્વર તાલુકા ના કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પલટી ખાઇ જતા એક ઘટના સ્થળે જ કરૂણ મોત .એક ગંભીર
 નર્મદાના ગરુડેશ્વર તાલુકા ના કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પલટી ખાઇ જતાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે બીજા ઈસમને ગંભીર ઇજા થવા પામી હતી.આ બાબતે અકસ્માત મોત ગુનાની ફરિયાદ કરો ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાઈ છે
 ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી પૂગેઝેનગી  બાબુ અરસપપ્પન ( હાલ રહે રીવલડેલ, ગાભણ ) પોતાની ઇકો કાર નંબર જીજેઈ -8773 ને લઈ હોટલે યુનિટી માં તેની માત્ર મિત્ર સાથે જમવા માટે ગયા હતા અને જમીને કેવડિયા થી ડભોઇ તરફ જતા હતા ત્યારે કોયારી ચોકડી હાઈવે પર ઇકો કાર પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા કાર પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેની સાથે બેસેલા શ્યામકુમાર એલ પર (રહે રીવલડેલ,  ગભાણ) ને ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર ઇજા થતાં ગરુડેશ્વર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
રિપોર્ટ : દીપક જગતાપ ,રાજપીપળા
Translate »
%d bloggers like this: