અરવલ્લી જિલ્લામાં શિક્ષણવિભાગ દ્રારા અરવલ્લી શિક્ષણ જ્યોત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી.

અરવલ્લી જિલ્લામાં
શિક્ષણવિભાગ દ્રારા અરવલ્લી શિક્ષણજ્યોત એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હાલ કોરોના મહામારીના કારણે શાળાઓ બંધ છે પરંતુ શૈક્ષણિક કાર્યાલય બંધ નથી તે અંતર્ગત સમગ્ર ગુજરાત તથા દેશમાં વિધાર્થીઓ જુદા જુદા માધ્યમથી ઘર બેઠા અભ્યાસ કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં પણ આ પ્રકારે દરેક તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ કાર્યકરે છે તેના ભાગ રૂપે અરવલ્લી જિલ્લાના શિક્ષણ વિભાગ દ્રારા જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકર હસ્તે “ અરવલ્લી શિક્ષણ જ્યોત “ ના નામે શિક્ષણમાં અતિ ઉપયોગી ધોરણ- ૯ થી ૧૨ સુધીના વિધાર્થીઓને બહોળો પ્રમાણમાં લાભ મળી રહે તે હેતુથી એપ્લીકેશન ખુલ્લી મુકવામાં આવી અને જિલ્લાના તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.જે વિધાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી શકતા નથી તેમના માટે સ્ટડી મટીયરલ વિધાર્થીઓ સુધી પહોંચે તેવી અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી પ્રયાસો કરવામાં આવી રહ્યાછે. આ એપ્લીકેશન દ્રારા જિલ્લાના વિધાર્થીઓ અને વાલિઓ અરવલ્લી જિલ્લાની શૈક્ષણિક કસોટીઓ, અરવલ્લી જિલ્લાનું સાહિત્ય, શિષ્યવૃત્તિ અંગેની ઉપયોગી ફાઇલ, અગત્યના પરિપત્રો અગત્યની વેબસાઇડટ વગેરે જોવા મળશે. એમ જિલ્લા કલેકટરશ્રી જણાવ્યું હતું.

Translate »
%d bloggers like this: