અમદાવાદ શહેરની વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડી


શહેરની વી.એસ. હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો ભોગ મૃતદેહ પણ બને છે.અજબ લાગે તેવી બેદરકારીના નમૂના જેવી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. વીએસ હોસ્પિટલ તંત્રએ બાવળામાં મિતલ નામની જે યુવતીની હત્યા થઇ તેનો મૃતદેહને સોંપવાને બદલે મિતલના પરિવારજનોને કર્ણાટકની એક મુસ્લિમ મહિલાનો મૃતદેહ સોંપી દીધો. જે બાદ મિતલના પરિવારજનોએ આ મૃતદેહની અંતિમવિધિ કરી નાખી. જ્યારે કર્ણાટકની મૃત મહિલા નસરીન બાનુના પરિવારજનોને આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓએ વીએસ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો આ ઘટનાને લઇને સત્તાધીશો કોર્પોરેશનના અધિકારીઓ અને મેયર વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક ચાલી રહી છે

Translate »
%d bloggers like this: