You are here
Home > Inter national NEWS > બે દુશ્મન દેશ દોસ્ત બન્યાં . વર્ષો થી ચાલી આવતી તકરાર નો અંત

બે દુશ્મન દેશ દોસ્ત બન્યાં . વર્ષો થી ચાલી આવતી તકરાર નો અંત

livecrimenews@gmail.com
જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ અત્યારે ભારે અને અશાંત ગણાય એવો વક્રી શનિનો સમય ચાલી રહ્યો છે. યોગાનુયોગે એ સમયગાળામાં જ વિશ્વ શાંતિના ઐતિહાસિક પ્રકરણની શરૃઆત એશિયાઈ ઉપખંડમાં થઈ છેે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે સાડા છ દાયકા પછી આજે પહેલી વખત મંત્રણા યોજાઈ હતી. તો બીજી તરફ ભારત અને ચીન વચ્ચે સામાન્ય રીતે જોવા ન મળે એવા મધુર સબંધોની શરૃઆત થઈ હતી. એ રીતે એશિયાના જ આસપાસમાં આવેલા ચાર દેશોએ મળીને વિશ્વ શાંતિનો નવો અધ્યાય શરૃ કર્યો હતો. ઉત્તર કોરિયાએ પહેલી વખત પરમાણુ હથિયારો પડતા મૂકી શાંતિના માર્ગે ચાલવાનું એલાન કર્યું છે.
આજે સામે ચાલીને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગે ચાલીને સરહદ ઓળંગીને દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મૂક્યો હતો. એ સાથે બન્ને દેશો વચ્ચે નવા સબંધોનો આરંભ પણ થયો હતો. તો વળી ચીને પણ ભારત સાથે હંમેશા વપરાતી ધાક-ધમકીની ભાષા પડતી મૂકીને શાંતિ મંત્રણાની શરૃઆત કરી છે. ૧૯૭૨માં પ્રથમવાર અમેરિકી પ્રમુખ નિક્સને ચીનની મુલાકાત લઈ નવા સબંધોની શરૃઆત કરી હતી. એ રીતે ભારત-ચીનના નવા સબંધોની શરૃઆત મોદી-ઝિનપિંગ મંત્રણાથી થઈ રહી હોવાનું નિષ્ણાતો માને છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે વર્ષોથી તકરાર ચાલતી હતી, આ બન્ને દેશો વચ્ચે યુદ્ધ પણ થઇ ચુક્યા છે અને સપ્તાહમાં એક વખત એકબીજા પર હુમલાની ધમકી પણ આપતા હતા. જોકે હવે આ બન્ને દેશો એકબીજાની નજીક આવી રહ્યા છે. ઇતિહાસમાં પહેલી વખત સામે ચાલીને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયામાં પ્રવેશ કર્યો હતો અને દક્ષિણ કોરિયાના પ્રમુખ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન બન્નેએ કાયમી શાંતી માટે પ્રયાસો કર્યા હતા. નવાઇની વાત એ છે કે બન્ને દેશોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બન્ને દેશો પરમાણુમુક્ત દેશ બનાવવાના પ્રયાસો કરશે. બન્ને દેશોના નેતાઓ કિમ જોંગ ઉન અને મુન જેઇ શાંતિના કરારો કર્યા બાદ એકબીજાને ભેટયા હતા. સાથે કોરિયન યુદ્ધનો કાયમી નિકાલ લાવવા માટે પણ સહમત થયા હતા. ૬૫ વર્ષમાં પહેલી વખત બન્ને દેશો અલગ થયા બાદ આ રીતે એકબીજાને સાથે શાંતી માટે સહમત થયા હતા. આ મુલાકાત બાદ પણ બન્ને દેશના નેતાઓ વચ્ચે વાતચીત જારી રહેશે તે માટે સહમત થયા હતા. ટેલિફોનથી પણ બન્ને વચ્ચે વાતચીત જારી રહેશે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના ઘર્ષણને કારણે સમગ્ર વિશ્વ માટે ખતરો ઉભો થયો હતો. કેમ કે ઉત્તર કોરિયા સતત પરમાણુ પરીક્ષણો કરતુ આવ્યું છે. આ પરીક્ષણોને કારણે અમેરિકા પણ ગુસ્સે ભરાયુ હતું અને પરિક્ષણો અટકાવવા માટે ઉત્તર કોરિયા પર દબાણ કરતુ આવ્યું છે. જોકે તેમ છતા ઉત્તર કોરિયા પરીક્ષણ કરતું આવ્યું. સપ્તાહ પહેલા જ જોકે અચાનક ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને જાહેરાત કરી હતી કે હવે અમારે પરમાણુ હથિયારોની જરુર નથી માટે પરિક્ષણ નહીં કરીએ. કિમ જોંગ ઉનને મનાવવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. જે બાદ જિનપિંગ અને કિમ જોંગ ઉન બન્ને વચ્ચે ચિનમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત દરમિયાન જ જિનપિંગે કિમ જોંગ ઉનને મનાવ્યા હતા. અને પરમાણુ પરીક્ષણો અટકાવી શાંતી સ્થાપવા માટે વિનંતી કરી હતી. આ મુલાકાત બાદ પરમાણુ પરીક્ષણો અટકાવી દેવામાં આવ્યા હતા અને હવે દક્ષિણ કોરિયાની સાથે હાથ પણ મિલાવી લીધા છે. દક્ષિણ કોરિયાએ પણ કિમ જોંગ ઉનના આ પગલાઓના વખાણ કર્યા હતા. દક્ષિણ કોરિયાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે મુને કિમને ફરી દક્ષિણ કોરિયાની મુલાકાત લેવા માટે આમંત્રીત કર્યા હતા જેને કીમે સ્વીકારી લીધુ છે.
deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top