You are here
Home > India > Gujarat > Surendranagar > સાયલા સર્કલ પાસે ઝડપાયેલ ચોરે 4 બાઈક ચોરી કર્યાની કબૂલાત

સાયલા સર્કલ પાસે ઝડપાયેલ ચોરે 4 બાઈક ચોરી કર્યાની કબૂલાત

livecrimenews@gmail.com

સાયલા પોલીસની ટીમ નેશનલ હાઈવે પર વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન હરદેવસિંહ ને સુદામડાનો શખ્સ ચોરીના બાઈક સાથે પસાર થતો હોવાની બાતમી મળી હતી.
આથી તપાસ કરતા સુદામડા ગામના ૧૯ વર્ષીય ભરતભાઈ રાજાભાઈ કલોતરા ને ચોરીના બાઈક સાથે ઝડપી લીધો હતો આ શખ્સને પોલીસ મથકે લાવી વધુ તપાસ કરતા તેણે સાયલા થી ૨, ચોટીલામાંથી 1,અને જોરાવરનગર માંથી 1 એમ કુલ ચાર બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આથી પોલીસે ચારેય વાહનો કિંમત રૂપિયા ૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પકડાયેલ ભરતભાઈ અન્ય જગ્યાએ બાઇક ચોરી કરી છે કે કેમ તેની સાથે કોણ કોણ હતા તે અંગે તપાસ કરવા માટે પોલીસ દ્વારા રિમાન્ડ માંગણી કરનાર છે
આ કાર્યવાહીમાં સાયલા પીએસઆઇ ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ, યોગેશભાઈ, તથા મયુરભાઇ સહિતના માણસો રોક્યા છે.

Leave a Reply

Top