You are here
Home > Breaking News > મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

તા. ૨૫ મી માર્ચે કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ

મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની નર્મદા જિલ્લાના પ્રવાસે

કેન્દ્રિય મંત્રીશ્રી કેવડીયા વીવીઆઇપી સરકીટ હાઉસ ખાતે જિલ્લાના

અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષપદે

યોજાનારૂં એસ્પાયરેશનલ નર્મદા ડિસ્ટ્રીક્ટ ટ્રાન્સફોર્મિંગ સંમેલન

 

 

કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ વિભાગના મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની તા.૨૫ મી માર્ચ, ૨૦૧૮ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાની મુલાકાતે પધારી રહ્યાં છે.

તદ્અનુસાર, કેન્દ્રિય મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની તા. ૨૫ મીએ સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને “ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ ના એક્શન પ્લાન” અંગે ચર્ચા-વિચારણા કરી સમીક્ષા કરશે.

ત્યારબાદ કેન્દ્રિય ટેક્ષટાઇલ અને માહિતી-પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીની અધ્યક્ષતામાં રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે બપોરે 3=૦૦ કલાકે કેન્દ્રિય નીતિ આયોગ દ્વારા “ટ્રાન્સફોર્મિંગ ઇન્ડીયા બાય-૨૦૨૨” અંતર્ગત “ટ્રાન્સફોર્મેશન ઓફ અસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ – નર્મદા” માટેની યોજનાઓના અમલીકરણ અંગે સેમિનાર યોજાશે. આ સંમેલનમાં “ટ્રાન્સફોર્મેશન ઓફ એસ્પાયરેશનલ ડિસ્ટ્રીક્ટ-નર્મદાના ૨૦૧૮-૨૦૨૨ ના એક્શન પ્લાન” નું મંત્રીશ્રી લોચીંગ કરશે. તેની સાથે HTC હેન્ડબુક અને ગુજરાતી-દેહવાલી, આંબુડી શબ્દકોશનું પણ વિમોચન કરશે.

જિલ્લાના સંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તથા વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનારા આ સંમેલનમાં નર્મદા ટ્રાન્સફોર્મેશન કોર્પ્સના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, આંગણવાડી વર્કર્સ, આશાબહેનો, સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો-આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે.

રિપોર્ટ : દીપક જગતાપ , રાજપીપળા

livecrimenews@gmail.com

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top