You are here
Home > Breaking News > ભારતમાં સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નર્મદાના અંતરિયાળ 139 સંપર્ક વિહોણા ગામોમાં હેમ રેડિયો ની સુવિધા નો પ્રારંભ

ભારતમાં સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નર્મદાના અંતરિયાળ 139 સંપર્ક વિહોણા ગામોમાં હેમ રેડિયો ની સુવિધા નો પ્રારંભ

ભારતમાં સૌ પ્રથમ વાર નર્મદા પોલીસ દ્વારા નર્મદાના અંતરિયાળ 139 સંપર્ક વિહોણા ગામોમાં હેમ રેડિયો ની સુવિધા નો પ્રારંભ

રાજપીપળા :

નર્મદાજિલ્લા નો 70%વિસ્તાર જંગલો અને પહાડો થી ઘેરાયેલો છે .જેમાં 139જેટલા ગામો સંપર્ક વિહોણા ગામો આવેલા છે જે ગામોમાં મોબાઇલ ટાવર ની કનેક્ટિવિટી નથી .તેવા ગામોમાં  નર્મદા પોલીસ દ્વારા ભારતમાં સૌ પ્રથમ વાર  નર્મદાના અંતરિયાળ 139 સંપર્ક વિહોણા ગામોમાં હેમ રેડિયો ની સુવિધા નો પ્રારમ્ભ કરાયો છે .જે સંદર્ભે જિતનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે નર્મદા ના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ની ઉપસ્થિતિ માં હેમ રેડીઓ નો પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન અને ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું .

હેમ રેડીઓ એક વોકીટોકી જેવું ઈલેક્ટ્રોનીકઆધુનિક  ઉપકરણ છે .જેમાં ડુંગર પહાડી અને જંગલ જેવા ઊંડાણ ના વિસ્તારો મા જાય મોબાઇલ ટાવર નથી અને મોબાઇલ કનેક્ટિવિટી નથી તેવા વિસ્તારો મા આ મોબાઇલ ફોન ની ગરજ સરતું ઉપયોગી સાધન છે .જેની રેન્જ 100થી 130કિમી સુધી ની છે .જેનાથી નર્મદા ઉપરાંત છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લા ના ગામો પણ કવરેજ મા આવી જશે
જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના જણાવ્યા અનુસાર હેમ રેડિયો ની સુવિધા 139ગામોમાં એકી સાથે સામૂહિક ધોરણે ગુજરાત મા અને સમગ્ર ભારત મા પ્રથમ છે .જેમાં દરેક જીઆરડી ને દરેક ગામમાં બે હેમ રેડીઓ અપાશે .જેમાં દરેક પોલીસ કર્મચારીઓ ને એક નાનકડો ટેસ્ટ લીધા બાદ તેમની લાઇસન્સ ઇસ્યુ કર્યા બાદ તે હેમ રેડીઓ ઓપરેટ કરી શકશે .જેનાથી અંતરિયાળ ગામોમાં કોઈ ગંભીર ઘટના બને કે અકસ્માત થાય કે કુદરતી આફત આવી પડે ત્યારે જિલ્લા મથકે કે હોસ્પિટલ કે એમ્બ્યુલન્સ કે પોલીસ મથક નો તરત જ સંપર્ક કરી શકશે જે સેવા ખરેખર આશીર્વાદ રૂપ પુરવાર થશે .

કેન્દ્ર સરકારે નર્મદા જિલ્લા ને ટ્રાન્સફોર્મરમેશન એસ્પીરેસન ડિસ્ટ્રીક્ટ તરીકે સમાવેશ કર્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના ડિજિટલ ઇન્ડિયા ની આધુનિક ટેકનોલોજીનો સફળ ઉપયોગ નર્મદા ના અતિ દુર્ગમ પહાડી અને જંગલ વિસ્તાર મા આ હેમ રેડીઓ ની સુવિધા જિલ્લા પોલીસ વડા એ ઉપલબ્ધ કરી ને ગામ લોકો ને સીધા શહેર સાથે જોડાવા ના સ્તુત્ય પ્રયાસ ને આમ જનતાએ સરાહયો છે

રિપોર્ટ :
દીપક જગતાપ , રાજપીપળા

livecrimenews@gmail.com

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top