You are here
Home > India > Gujarat > Morbi > Halvad > હળવદ રોટરી કલબ દ્વારા ૩૫ વિકલાંગોને નિ:શુલ્ક સાધન સહાય વિતરણ

હળવદ રોટરી કલબ દ્વારા ૩૫ વિકલાંગોને નિ:શુલ્ક સાધન સહાય વિતરણ

livecrimenews@gmail.com

કપાયેલા પગ અને હાથ તેમજ પોલિયો પીડિત દિવ્યાંગોને કૃત્રિમ હાથ, પગ અને કેલિપર્સ ફિટિંગ ના કેમ્પનું રોટરી કલબ ઓફ હળવદ દ્વારા નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. અપંગ માનવ મંડળ અમદાવાદ ના આર્થિક સૌજન્યથી અને ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર ના સહયોગથી શરનેશ્વર મહાદેવ મંદિર ખાતે કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના ૩૫ વિકલાંગોએ વિનામુલ્યે લાભ લીધો હતો.
જેમાં આશરે ૨ લાખના સાધનોનો આ કેમ્પમાં તેમજ અગાઉના કેમ્પમાં પણ ૨ લાખ નો ખર્ચ અપંગ માનવ મંડળ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ભારત સેવક સમાજમાંથી ખેતશીભાઈ પટેલ, જગદીશભાઇ રાવલ, એ. પી. રાવલ, ચંપકભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને નરભેરામ અઘારા અને રાજેન્દ્રસિંહ રાણાએ સફળ બનાવ્યો હતો.

મહેન્દ્ર મારૂ – હળવદ

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top