You are here
Home > Crime News > મહેસાણા એરોડ્રામા છાપરામાંથી ગે.કા હથિયાર (બંદુક) સાથે એક ઈસમને પકડતી મહેસાણા એસ.ઓ.જી

મહેસાણા એરોડ્રામા છાપરામાંથી ગે.કા હથિયાર (બંદુક) સાથે એક ઈસમને પકડતી મહેસાણા એસ.ઓ.જી

મહેસાણા એરોડ્રામા છાપરામાંથી ગે.કા હથિયાર (બંદુક) સાથે એક ઈસમને પકડતી મહેસાણા એસ.ઓ.જી.

મહેસાણા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબનાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ તથા ગે.કા.હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અનુંસંધાને આજરોજ તા.૧૩/૦૩/૧૮ ના રોજ એસ.ઓ.જી ઈ.પો.ઈન્સ શ્રી એમ.ડી.ચંપાવત તથા પો.સબ.ઇન્સ એચ.એલ.ચાવડા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો સાથે ઓફીસે હાજર હતા દરમ્યાન મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મહેસાણા એરોડ્રામા છાપરાં માંથી સીન્ધી (ડફેર) ઉમરભાઈ એસ/ઓ દાઉદભાઈ અલીમભાઈ રહે.મહેસાણા એરોડ્રામા છાપરાં તા.જી.મહેસાણાવાળાને ગેરકાયદેસર અને હથિયાર પરવાના વગર એક દેશી હાથ બનાવટી એક નાળવાળી બંદુક કિ.રૂ.૧૫૦૦/- સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી મહેસાણા શહેર બી ડીવીજન પો.સ્ટે. આર્મ્સ એક્ટ કલમ–૨૫(૧બી)એ મુજબનો ગુન્હો નોંધાવવા કાર્યવાહી કરાવવામાં આવેલ છે.

આમ, મહેસાણા એસ.ઓ.જી.ને ગે.કા હથિયાર ના કેશો શોધી કાઢવા માટે વધુ એક સફળતા મળેલ છે.

Sunilbarot
LIVE CRIME NEWS SUNILKUMAR M-9428663536. www.livecrimenews.com.

Leave a Reply

Top