You are here
Home > Breaking News > કેશોદના રાણેકપરા ડુંગરે બે દિવસ ત્રાગળશાહ પીરનો મેળો યોજાયો

કેશોદના રાણેકપરા ડુંગરે બે દિવસ ત્રાગળશાહ પીરનો મેળો યોજાયો

કેશોદના રાણેકપરા ડુંગરે બે દિવસ ત્રાગળશાહ પીરનો મેળો યોજાયો
હિન્દુ મુસ્લિમ એકતા ના થયા દર્શન.. રાત્રીના કવ્વાલી ત્થા સાસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
કેશોદ:
કેશોદ નજીક આવેલા રાણેકપરા ના ડુંગર ઉપર આવેલી હિન્દુ મુસ્લિમ ની દરગાહ પર બે દિવસ જસ્ને ઉર્ષ શરીફ નિમિત્તે તા.૧૬/૯/૧૮ અને તા.૧૭/૯/૧૮ મેળો યોજાયો .રવિવારે સાંજના નિશાન અને ચાદર ચડાવીને મેળો શરૂ થયો. રાત્રીના કવ્વાલી ત્થા સાસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા . કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં થી બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. પ્રથમ વખત એસટી બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ચારચોક થી મુસાફરોને લાવવા મુકવા સ્ટેન્ડ બનાવેલ છે. કેશોદ શહેર તાલુકા ઉપરાંત આસપાસના વિસ્તારના હિન્દુ મુસ્લિમ ભાવિકો ભકતોનુ આસ્થા નું કેન્દ્ર હજરત ત્રાગળશાહ વલી બનેલું છે
કેશોદન ની ત્રાગડશાપીર ની જગ્યા હિન્દુ મુસ્લિમ સમાજ માટે એકતા નું પ્રતિક ગણવામાં આવે છે ત્યારે આ પવિત્ર જગ્યાએ રવિવારે સાંજે પાંચ વાગ્યે થી શરૂ થઈ જતો મેળો સોમવાર બપોર સુધી ચાલેછે અને લોકો મોટી સંખ્યામાં આ  ઉષૅ ના મેળામાં ઉમટી પડે છે
ત્રાંગળશાહપીરના મેળાનો પૌરાણિક ઈતિહાસ
આશરે એક હજાર વર્ષ પહેલાંના સમયમાં ત્રાંગળશાહપીર તથા તેમના બહેન રહેમતમાં રાણીંગપરા ડુંગર ઉપર ઢોર  ચરાવવા જતાં એ સમયે રાક્ષસી લોકો તેમના ઢોરોને વારી જતાં એવું ઘણો સમય ચાલતું રહ્યુ એક દિવસ ત્રાંગળશાહપીર રાક્ષસી લોકો સામે જંગે ચડ્યા જંગ ખેલતા ખેલતા ત્રાંગળશાહપીર જંગમાં શહિદ થયા પરંતુ તેનુ ધડ લડતુ લડતુ જ્યાં પડ્યુ હતુ તે જગ્યાએ વસવાટ થયો અને તે ગામ ધ્રાંબાવડ  તરીકે ઓળખાયુ
બાદમાં ત્રાંગળશાહપીરના ધડે તેમના બહેન રહેમતમાને કહ્યુ કે મારૂ ધડ લઈને રાણીંગપરા ડુંગરે જતા રહો ત્યાં જઈ ડુંગરને કહેજો કે અમને જગ્યા આપો તેમના બહેન રહેમતમાંએ રાણીંગપરા ડુંગર ઉપર જઈ કહેલું કે મને તથા મારા ભાઈના ધડને જગ્યા આપો ત્યારે ડુંગરે જગ્યા આપી અને રહેમતમાંએ તેમના ભાઈ ત્રાંગળશાહપીરના ધડ સાથે સમાધી લીધી
સમાધી લીધા બાદ ચારસો વર્ષ સુધી આ વાતની કોઈને જાણ ન હતી તે વખતે કેશોદના તમામ જ્ઞાતીના લોકો ત્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યારે ઝેરી વનસ્પતિઓ ખાધા બાદ તમામ ઢોર  મૃત્યું પામ્યાં હતાં તે વખતે મુસ્લિમ ઈબ્રાહીમપીર નામથી ઓળખાતા સંધી ગામેતી પણ રાણીંગપરા ડુંગર ઉપર ઢોર ચરાવવા ગયા હતા જેમને બીજાઓના ઢોર ચરાવવાનું પણ કામ સોંપ્યું હતુ તે તમામ ઢોરનુ પણ  મૃત્યુ પામવાથી ઈબ્રાહીમપીરને થયુ કે જેઓના ઢોર ચરાવવા લઈ આવ્યો છું તેઓને મારે શું જવાબ આપવો? હવે મારા ઉપર કલંક લાગશે તેવા ડરથી તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો કહેવાયછે કે આત્મહત્યાની સંપૂર્ણ તૈયારી વખતે ગેબી અવાજ સંભળાયો હે માણસ તું આ શું કરી રહ્યો છે? ઈબ્રાહીમપીરે બનેલી તમામ હકીકતનું વર્ણન કર્યા બાદ ફરીથી ગેબી અવાજ સંભળાયો કે તું કેશોદ ગામમાં જઈ કહેજે કે અહી તમામ જ્ઞાતીના પીર કહેવાય એવા ત્રાંગળશાહપીર છે અને સાથે ત્રાંગળશાહપીરે કહેલું કે મને ભાદરવા મહિનાના પહેલા દિવસે ઘી નો દિવો તથા મલીદો ચડાવજો અને ઢોલ શરણાઈ સાથે મારો મેળો મનાવજો ઈબ્રાહીમપીર કેશોદ પરત આવ્યા અને ગામ લોકોને આ બધી વાત કરી બાદમાં બધા લોકો સાથે મળી રાણીંગપરા ડુંગરે ગયા ત્યારે ઈબ્રાહીમપીરે ત્રાંગળશાહપીરને કહેલું કે  મૃત્યુ પામેલા ઢોરનું શું કરવુ? ત્યારે ફરીથી ગેબી અવાજ સંભળાયો અને કહ્યું લીલો ફાળીયો બધા ઢોર માથે ફેરવો ઈબ્રાહીમપીરે બધા ઢોર માથે લીલો ફાળીયો ફેરવતા તમામ ઢોર સજીવન થયા ત્યારથી રાણીંગપરાનો ડુંગર ત્રાંગળશાહપીરના નામથી ઓળખાયો ત્યાં આજની તારીખે પણ બાર ફુટનો કુવો  આવેલો છે તેમાંથી પીવા માટેનું પાણી ખુંટતુ જ નથી ત્યારથી આજ સુધી દર વર્ષે ભાદરવા મહિનાના પહેલા સોમવારે મેળો ભરાય છે જે રવિવારની રાત્રીથી સોમવારના દિવસ સુધી મેળો ભરાયછે મેળાની એક રાત્રી બાદ આખા વર્ષમાં ત્યાં આજ દિન સુધી કોઈ રાત્રી રોકાણ કરી શકતુ નથી
તસ્વીર :- વાઢીયા મિતલકુમાર
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top