You are here
Home > India > Gujarat > Dohad > Dahod city > રોઝમ ગામે હાઈવે પરથી ફ્રંટી ગાડીમાંથી ર૮,૭૦૦નો દારૂ ઝડપાયો

રોઝમ ગામે હાઈવે પરથી ફ્રંટી ગાડીમાંથી ર૮,૭૦૦નો દારૂ ઝડપાયો

livecrimenews@gmail.com

દાહોદ તાલુકાના રોઝમ ગામે હાઈવે રોડ પર નાકાબંધી દરમ્યાન દાહોદ તાલુકા પોલીસે શંકાસ્પદ જણાતી મારૂતી ફ્રંટી ગાડી રોકી તેમાંથી રૂપિયા ર૮,૭૦૦ની કિંમતનો વિદેશી દારૂ-બીયરની બોટલ નં.ર૯૦ ઝડપી પાડી મારૂતી ફ્રંટી ગાડી સહિત રૂપિયા ૭૮,૭૦૦ના મુદ્દામાલ સાથે તેના ચાલકની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકા પોલીસની ટીમ ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે રોઝમ ગામે હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી આવતા જતા નાના-મોટા તમામ વાહનો પર ચાંપતી નજર રાખી ઉભી હતી. તે દરમ્યાન ત્યાંથી નીકળેલ મારૂતી ફ્રંટી ગાડી નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકાસ્પદ લાગતા પોલીસે ગાડી રોકી ગાડીની તલાસી લઈ ગાડીમાંથી રૂ.ર૮,૭૦૦ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂ-બીયર પકડી પાડી, ઉક્ત દારૂ-બીયરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ રૂપિયા પ૦,૦૦૦ની કિંમતની મારૂતી ફ્રંટી ગાડી મળી રૂ.૭૮૭૦૦નો મુદ્દામાલ કબ્જે લઈ મારૂતી ફ્રંટી ગાડીના ચાલક વડોદરા જિલ્લાના દશરથ ગામના ઈન્દોર નગર, ખેતરની વસ્તીમાં રહેતા મફતભાઈ વિનુભાઈ માળીની અટક કરી હતી.

આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ.ઈશ્વરભાઈ ભગાભાઈએ મારૂતી ફ્રંટી ગાડીના ચાલક મફતભાઈ વિનુભાઈ માળી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top