You are here
Home > India > Gujarat > Dohad > ફતેપુરા તાલુકા પંચાયત કચેરીનો વહીવટ રામ ભરોશે.કચેરીઓમાં લટકતા તાળા કચેરીમાં અધિકારીઓની ગુલ્લેબાજી થી લોકો ત્રાહીમામ

ફતેપુરા તાલુકા પંચાયત કચેરીનો વહીવટ રામ ભરોશે.કચેરીઓમાં લટકતા તાળા કચેરીમાં અધિકારીઓની ગુલ્લેબાજી થી લોકો ત્રાહીમામ

livecrimenews@gmail.com

ફતેપુરા તાલુકા પંચાયતમાં હાલમાં મોટા ભાગના કર્મચારીઓની ગુલ્લેબાજી ના કારણે ઓફિસ જ ખોલતા ન હોવાથી કામ અર્થે આવતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.એક તરફ સરકાર વિકાસના કામો કરવાની વાતો કરી રહી છે ત્યારે વહીવટી અધિકારીઓ જ મળતા ન હોવાથી તાલુકાનો વિકાસ રૂધાઇ રહ્યો છે.રાજ્ય કક્ષાએથી આ તાલુકામાં નિયમિત કામ કરતા કર્મચારીઓને મુકવામાં આવે તેવું જણાઇ રહ્યું છે.
ફતેપુરા તાલુકો અસ્તિત્વ માં આવ્યો છે.૨૧ વર્ષ જેટલો સમય થઇ ગયો છે.તાલુકા પંચાયત કચેરી પણ જર્જરીત હાલતમાં ફેરવાઇ ગઇ છે.તેમજ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓ નિયમિત આવતા નથી તેમજ કચેરી પણ ખોલતા ન હોવાથી વિવિધ કામો અર્થે આવતી પ્રજાને ઘરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે.અને કામ ન થતું હોવાથી વિલા મોઢે પરત ફરવું પડે છે.બુધવાર ના રોજ બપોરના ૧૨ વાગ્યાના આરસામાં પ્રતિનિધિ દ્વારા તાલુકા પંચાયતની મુલાકાત દરમ્યાન મોટા ભાગની ઓફિસો પર તાળા વટકતા જાવા મળ્યા હતા.જેમાં કર્મચારીઓ આવ્યા જ ના હોવાનું જણાવ્યું હતું.કચેરીઓ બંધ રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ગામડાઓનો વિકાસ થાય તે દિશા તરફ આગળ વધી રહી છે.જ્યારે ફતેપુરામાં વિકાસ ને આગળ લઇ જવા માટે ની કામગીરી કરનાર અધિકારીઓ જ ઓફિસમાં આવતા ન હોવાથી વિકાસના કામો પર બ્રેક વાગી ગયાનું જણાઇ રહ્યું છે.તાલુકા પંચાયતમાં બાંધકામ શાખા, હિસાબી શાખા, શૌચાલય શાખા, પંચાયત શાખા, મિશન મંગલમ શાખાને કચેરી પર તાળા લટકતા જાવા મળ્યા હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top