You are here
Home > India > Gujarat > Dohad > પેપર લીકના મામલે મોડી રાત્રે સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

પેપર લીકના મામલે મોડી રાત્રે સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

સંજેલી મુકામે ગતરોજ ધો.૧૦ નું પ્રશ્નપત્ર સોશીયલ મીડીયા પર વાઇરલ થયાની ઘટના સંદર્ભે આજરોજ આ અંગેની ફરિયાદ જિલ્લા શિક્ષણાધઇકારી દ્વારા સંજેલી પોલિસ મથકે નોધાવી આ અંગેની આગળ તપાસ હાથધરી છે.

શહેરની એક શાળામાં બોર્ડની પરીક્ષાના પ્રારંભે જ ઘોરણ ૧૦ નું ગુજરાતી પેપર ફુટવાના શિક્ષણ જગતને સર્મશાર કરતા બનાવની શાહી સુકાઇ નથી ત્યાં સંજેલી તાલુકા મથકે કઇ કાલે ધરણ ૧૦ નું વિજ્ઞાનનું પેપર સોશીયલ મીડીયા પર વાયરલ થતાં જિલ્લાનું શિક્ષણ તંત્ર માં ભુકંપી ખળભળાટ મચી જવા પામ્યો હતો.અને શિક્ષણ તંત્ર એક્શનમાં આવ્યું હતું.અને ઘટનાની ઉંડી તપાસમાં જોતરાયું હતું અને અથાક પ્રયાસ બાદ પણ જિલ્લાના શિક્ષણધિકારીને ગુનાની જડ સુધી પહોચવામાં સફળતા સાંપડી ન હતી.ઘટનાતો જરૂર બની હતી.પ્રાંરભીક તબક્કે શિક્ષણ વિભાગ દ્વારા ઘટના પર ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ સમગ્ર જિલ્લામાં શોસીયલ મીડીયામાં વિજ્ઞાનનું પેપર વાયરલ થતાં શિક્ષણાધિકારી નિનામાંએ સાયબર ક્રાઇમનો સહારો લેવાનું પણ વિચાર્યું હતું.ગત રાતે સંજેલી પોલિસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુધ્ધ પોલિસ ફરિયાદ નોધાવી હતી.અને પોલિસે ગુનો નોધી સાચા ગુનેગારને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

kalapeshkumar damor

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top