Dohad

પત્ની તરીકે રાખવા નું કહી લઇ જઇ દુષ્કર્મ આચરતા, યુવતીએ 2 વિરુદ્ધ ફરિયાદ નોધાવી

દાહોદ તાલુકાના ડોકી ગામના એક યુવાને દાહોદ તાલુકાના દેલસર ગામની પુખ્ત વયની છોકરીનું પત્ની તરીકે રાખવાનું કહી બાઇક પર બેસાડી અપહરણ કરી લઇ જઇ તેનાજ ગામના તેના મિત્રના ઘરે લઇ જઇ છોકરીની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચાર્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ડોકી ગામના ગૌતમભાઇ કમલેશભાઇ ભુરીયા ગત તા.૨૪-૨-૨૦૧૮ ના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પોતાની બાઇક લઇ દેલસર ગામે ગયો હતો.અને દેલસર ગામની પુખ્ત વયની છોકરીને પ્રેમના પાઠ ભણાવી પત્ની તરીકે રાખવાનું કહી પટાવી ફોસલાવી બાઇક પર બેસાડીને અપહરણ કરી પોતાના જ ગામમાં રહેતા મિત્ર સતીષભાઇ ચદુભાઇ મોહનીયાના ઘરે લઇ જઇ છોકરીની મરજી વિરુધ્ધ બળાત્કાર ગુજારી છોડી દીધી હતી.

આ સંબંધે અપહરણ અને બળાત્કારનો ભોગ બનેલ છોકરીએ ડોકી ગામના ગૌતમ કમલેશભાઇ ભુરીયા તથા સતીશચંદુભાઇ મોહનીયા વિરુધ્ધ દાહોદ તાલુકા પોલિસ સ્ટેશને ફરિયાદ નોધાવતા પોલિસે આ સંદર્ભે અપહરણ અને બળાત્કારનો ગુનો નોધી આગળ તપાસ હાથધરી છે.

Deepak Jagtap
deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply