You are here
Home > India > Gujarat > Dohad > Dahod city > ચુંટણીમાં અદાવત રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

ચુંટણીમાં અદાવત રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ

livecrimenews@gmail.com

ગ્રામ પંચાયતની ચુંટણીમાં મત ન આપવાના મુદ્દે દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે ચુલના મેળામાં થયેલ મારામારીમાં એક ઇસમને લાકડી તથા ગડદાપાટુનો મારામરી ઇજા કરી ઘરને તોડફોડ કરી નુકસાન પહોચાડી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભાઠીવાડા ગામે ગાત તા.૬-૩-૨૦૧૮ ના રોજ યોજાયેલ ગોળગધેડા મેળામાં ગયેલ ભાઠીવાડા ગામના મનુભાઇ રામસીગભાઇ મેડાનો છોકરાને તેનાજ ગામના મેડા કુંટુબના નરેશભાઇ કમજીભાઇ , અંટીભાઇ રમેશભાઇ, આશિષભાઇ કનુભાઇ તથા રાકેશભાઇ જ્વાભાઇએ, રોકી ગ્રામ પંચાયતની ચુંટણીમાં તમોએ અમોને વોટ આપેલ નથી,તેમ કહી નરેશભાઇ કમજીભાઇ તથા અંટીભાઇ રમેશભાઇએ તેમના હાથ માંની લાકડી વડે મનુભાઇ રામસીંગભાઇના છોકરાને માથામાં મારી માથઉ લોહીલુહાણ કરી ફ્રેક્ચર કરી તથા આશિષભાઇ કનુભાઇ તેમજ રાકેશભાઇ જવાભાઇએ ગડદાપાટુનો મારમારી ઇજાઓ કરી, જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી મનુભાઇ રામસીગભાઇ મેડાના ઘરની તોડફોડ કરી નુકસાન પહોચાડ્યું હતું.

આ સંબંધે ભાઠીવાડા ગામના મનુભાઇ રામસીગભાઇ મેડાની ફરિયાદના આધારે દાહો તાલુકા પોલિસે ઇપીકો કલમ ૩૨૫, ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોધી આગળ તપાસ હાથ ધરી છે.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top