You are here
Home > India > Gujarat > Dohad > Dahod city > કંથાગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડીકલ કેમ્પ કરાયો

કંથાગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેડીકલ કેમ્પ કરાયો

livecrimenews@gmail.com

 

ફતેપુરા તાલુકાના કંથાગર ગામે ઉસરા ફળિયામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને સ્ટાફ દ્વારા મેડીકલ કેમ્પ કરવામાં આવ્યો હતો.જેમાં ૧૨૦ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ નિદાન કરી દવાઓનું વિતરણ કરાયું હતું

ફતેપુરા તાલુકાના આરોગ્ય અધિકારી ડો. કે.આર. હાંડાના માર્ગદર્શન હેઠળ કંથાગર ગામે ઉસરા ફળિયામાં મેડિકલ કેમ્પનું આયોજન શુક્રવારના રોજ કરાયું  હતું.જેમાં આફવાના મેડીકલ ઓફિસર ડો. જગદીશ સોલંકી ડો.રીના મહીડા તથા સ્ટાફ દ્વારા આ વિસ્તારના નાના બાળકો, મહિલાઓ, વૃધ્ધો સહિત ૧૨૦ જેટલા દર્દીઓની તપાસ કરીને જરૂરી દવાઓનું વિતરણ કરાયું હતું.અંતરીયાળ વિસ્તારોમાં છેવાડાના ઘર સુધી આરોગ્યની સેવા પહોચાડવા માટે કામગીરી કરાઇ રહી છે.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top