You are here
Home > Breaking News > દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવાનું આયોજન

દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવાનું આયોજન

દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભી કરવાનું આયોજન:
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

પ્રથમ તબક્કામાં પસંદ થયેલ દેશના કુલ ૧૧ શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ

રાજ્યસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથેજ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવા ભારત સરકારે વિવિધ પગલાં લીધેલ છે જે અંતર્ગત તા. ૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહેર કરી દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં “Public and Shared Transportation based on Power Train” આધારિત મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આ અન્વયે દરેક દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરો અને સ્પેશીયલ સ્ટેટમાં રૂ. ૧૦૫ કરોડની મર્યાદામાં ગ્રાન્ટ આપવાની જોગવાઈ કરેલ છે. આ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઇલેક્ટ્રિક બસ, ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ટેક્ષી અને ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર દ્વારા પૂરી પાડવામાં આવશે.
ભારત સરકારના મંત્રાલયને જુદા જુદા ૨૧ જેટલાં રાજ્યોમાંથી ૪૪ શહેરોને સમાવતી ૪૭ દરખાસ્તો મળી છે.જેના દ્વારા ૩,૧૪૪ ઈ-બસ, ૨,૪૩૦ એ-ફોર વ્હીલ ટેક્ષી અને ૨૧,૫૪૫ ઈ-રીક્ષાની જરૂરીયાત સામે આવેલ છે. દરખાસ્તની ચકાસણી કરી જુદા-જુદા ૧૧ શહેરો દિલ્લી, અમદાવાદ, બેંગલુરુ, જયપુર, મુંબઈ, લખનૌ, હૈદરાબાદ, ઇન્દોર, કોલકાતા, જમ્મુ, ગુવાહાટીની પસંદગી કરવામાં આવેલ છે. પસંદ થયેલા શહેરોમાં વાહનોઓને ચાર્જીંગ કરવાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા રૂ, ૧૫ કરોડની મર્યાદામાં ફંડ આપવાનું પણ નક્કી કરેલ છે.
દેશમાં પ્રદુષણ ઘટે અને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ વધે તે દિશામાં ભારત સરકારનું માર્ગ પરિવહન મંત્રાલય સક્રિય હોવાનું પણ મંત્રીશ્રી મનસુખ માંડવિયા એ જણાવેલ હતું.

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા – ભાવનગર

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top