You are here
Home > Breaking News > ભાવનગર જવેલર્સ સર્કલ પાસેથી દેશી દારૂ લીટર ૨૦૦ ની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડતી નીલમબાગ પોલીસ

ભાવનગર જવેલર્સ સર્કલ પાસેથી દેશી દારૂ લીટર ૨૦૦ ની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડતી નીલમબાગ પોલીસ

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પો.અધિ સા માલ સાહેબ તથા ના.પો.અધિ સા એમ.એચ.ઠાકર સાએ શહેર વિસ્તારમા ગેર કાયદેસર ચાલતી દારૂની પ્રવ્રુતીઓ ઉપર સખત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.રબારી સાહેબ ની સુચનાથી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ડી સ્ટાફના પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂને મળેલ બાતમી આધારે ભાવનગર જવેલર્સ સર્કલ ખાતેથી આરોપી ભરતભાઇ પરશોતમભાઇ જાદવ જાતે-કોળી ઉવ-૫૩ ધંધો-મજુરી રહે-અધેવાડા ગામ ઝાંઝરીયા હનુમાનના મંદીર પાસે તા-જી-ભાવનગર વાળા ને દેશી પીવાનો દારૂ લીટર ૨૦૦ કી.રૂ.૪,૦૦૦/- તથા એક હીરો સ્પલેન્ડર મો.સા. રજી નં-GJ 04 BS 1671 કી.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે દેશી દારૂની હેરફેર કરતા પકડી પાડી મુદામાલ કબ્જે કરવામા આવેલ અને મજકુર આરોપી ને અટક કરી તેના વીરુધ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશન ધારા ની કલમ ૬૫ઇ, ૯૮(૨) મુજબ ફરીયાદ રજી કરાવેલ હતી અને આગળની તપાસ ડી સ્ટાફના પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ ચલાવી રહેલ છે

આ સમગ્ર કામગીરી નિલમબાગ પોસ્ટેના પો.ઇન્સ જે.જે.રબારી સાહેબ તથા ડી સ્ટાફના એ.એસ.આઇ વાય.બી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ અનીલસિંહ મોરી તથા પો.કોન્સ રાજેન્દ્રભાઇ આહીર વીગેરે માણસો જોડાયેલ હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top