You are here
Home > Breaking News > ભાવનગર આતાભાઇ ચોક ગોલ્ડન આર્ક કોમ્પલેક્ષમા ચાલતો હુક્કાબાર પકડી પાડતી નીલમબાગ પોલીસ.

ભાવનગર આતાભાઇ ચોક ગોલ્ડન આર્ક કોમ્પલેક્ષમા ચાલતો હુક્કાબાર પકડી પાડતી નીલમબાગ પોલીસ.

livecrimenews@gmail.com

ભાવનગર જીલ્લા પો.અધિ સા માલ સાહેબ તથા ના.પો.અધિ સા એમ.એચ.ઠાકર સાએ શહેર વિસ્તારમા ગેર કાયદેસર ચાલતી પ્રવ્રુતીઓ ઉપર સખત કાર્યવાહી કરવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.જે.રબારી સાહેબ ની સુચનાથી ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ આર.જે.રહેવર સાહેબ તથા ડી સ્ટાફના માણસો પોસ્ટે વીસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન ડી સ્ટાફના એ.એસ.આઇ યુવરાજસિંહ ગોહીલ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂને મળેલ સયુક્ત બાતમી આધારે ભાવનગર આતાભાઇ ચોક ગોલ્ડન આર્ક કોમ્પલેક્ષ મા બીજા માળે દુકાન નં-એફ/૧ મા ચાલતો હુક્કાબાર ઉપર રેઇડ કરી ચાર સગીરો તથા ચાર ઇસમો મળી કુલ આઠ ઇસમો હુક્કો પીતા મળી આવતા હુક્કા તથા તમાકુ ફલેવર તથા રોકડા રૂ.૨૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૨૧,૬૦૦/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ અને હુક્કાબાર સંચાલક પ્રશાંતભાઇ સુરેશભાઇ વાઘેલા જાતે-વાણંદ ઉવ-૨૨ ધંધો-પ્રા.નોકરી રહે- મોહનનગર મકાન નં-૨૩ સિદસર રોડ ભાવનગર વાળા ની ધરપકડ કરવામા આવેલ અને હુક્કાબારના માલીક કુલદીપસિંહ જાડેજા રહે-ત્રાપજ ગામ તા-તળાજા જી-ભાવનગર વાળા ને અટક કરવાના બાકી હોય મજકુર બને આરોપીઓ વીરુધ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમા સીગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન (વીગ્યાપન નીષેધ તથા વેપાર અને વાણીજ્ય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નીયત્રણ) ગુજરાત સુધારા અધિનીયમ ૨૦૦૩ ની કલમ ૪(એ),૬,૭,૮,૯,૨૧(એ) તથા જીપી એક્ટ કલમ ૧૩૧(૧) મુજબ ફરીયાદ રજી કરાવેલ હતી અને આગળની તપાસ ડી સ્ટાફના પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ ચલાવી રહેલ છે

આ સમગ્ર કામગીરી નિલમબાગ પોસ્ટેના પો.ઇન્સ જે.જે.રબારી સાહેબ તથા પો.સબ.ઇન્સ આર.જે.રહેવર તથા ડી સ્ટાફના એ.એસ.આઇ વાય.બી.ગોહીલ તથા પો.હેડ.કોન્સ ઘનશ્યામભાઇ ગોહીલ તથા પો.કોન્સ જીગ્નેશભાઇ મારૂ તથા પો.કોન્સ અનીલસિંહ મોરી તથા પો.કોન્સ રાજેન્દ્રભાઇ આહીર તથા પો.કોન્સ અબ્દુલસમદભાઇ કુરેશી તથા પો.કોન્સ સંજયસિંહ ઝાલા તથા પો.કોન્સ માનદીપસિંહ ગોહીલ વીગેરે માણસો જોડાયેલ હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top