You are here
Home > Breaking News > ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવા બે ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવા બે ઇસમોને વિદેશી દારૂ સાથે પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

livecrimenews@gmail.com

 શ્રી બી.એમ.દેસાઈ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રરપ્રાંતિય વિદેશી દારૂ અંગેની ચોરી છુપીથી હેરાફેરી કરતાં અને પરપ્રાંતિય વિદેશી દારૂનું વેચાણ કરતાં ઇસમો તેમજ જિલ્લાના પ્રોહીના લીસ્ટેડ બુટલેગર્સ ની પ્રવૃતિ અંગે વોચ રાખવા અને વધુમાં વધુ વિદેશી દારૂના કેસો કરવા સુચના આપેલ હોય જે જે અન્વયે

એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ સાવરકુંડલા ખાતેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરતાં મહુવાના બે ઇસમોને મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઃ- ૧-સોહીલ સાહીદભાઇ સૈયદ રહે.મહુવા મુનીવર સોસાયટી ૨ – ફીરોજમહમદ યુસુફભાઇ કુરેશી રહે.મહુવા રેલ્વે સ્ટેશન પાસે

પકડાયેલ મુદામાલઃ-હીરો હોન્ડા મોટર સાયકલ કિરૂા.૨૫૦૦૦/- તથા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ-૦૮ (બે લીટરની) ૭૫૦ એમ.એમ.ની બોટલ નંગ-૦૩ મળી કિરૂા.૧૫૪૦૦/- સાથે મળી કુલ મુદામાલ કિરૂા.૪૦૪૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીઓ સદરહું ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉના ખાતેથી ઇમરાન પાસેથી લાવેલાની હકીકત જણાવેલ હોય જેથી ઇમરાન રહે.ઉના વાળાની ધરપકડ કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.અને સદરહું ગુન્હાની વધુ તપાસ રાજુલા પોલીસ ચલાવી રહેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમને વિદેશી દારૂની બોટલ નંગ-૧૧ તથા મોટર સાયકલ સહીત કુલ રૂા.૪૦૪૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top