You are here
Home > Breaking News > ગારીયાધાર રતન વિડીયો પાસે વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમતાં રમાડતાં એક ઇસમને રૂ.૧૦,૧૭૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ગારીયાધાર પોલીસ.

ગારીયાધાર રતન વિડીયો પાસે વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમતાં રમાડતાં એક ઇસમને રૂ.૧૦,૧૭૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી ગારીયાધાર પોલીસ.

livecrimenews@gmail.com
ભાવનગર જીલ્લામાં પ્રોહિ/જુગાર ની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાનાં પોલીસ અધિક્ષક શ્રી પી,એલ,માલ,સાહેબે આપેલ સખ્ત સુચનાં અનુસંધાને પાલીતાણા ડિવીઝનનાં ના,પો,અધિ.શ્રી.જાડેજા સાહેબે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ તે મુજબ અમો ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં PSI.આર,એચ,બાર.સા.તથા PSI.એમ,પી,પંડયા.સા.તથા હેડ.કો.પી.કે.ગામેતી.તથા પો.કોન્સ.વિજયભાઈ એમ.મકવાણા તથા પો.કોન્સ.જે.એમ.ડાંગર તથા પો.કો.દિલીપભાઇ ખાચર તથા પો.કો.કે.કે.જોગદીયા.તથા પો.કોન્સ.શકિતસિંહ સરવૈયા તથા પોલીસ સ્ટાફનાં માણસો સાથે ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સધન ચેકીંગ તથા પેટ્રોલીંગ હાથ ધરી અને બાતમીદારો થી માહિતી મેળવી આવા સફળ કેસો કરવાની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ.
જે આધારે આજ તા,૧૮/૦૯/૨૦૧૮, નાં રોજ ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેનાં પો.કોન્સ.શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા ના ઓ ને મળેલ માહિતી આધારે મેઇન બજાર રતન વિડીયોવાળી શેરી ગારીયાધાર પાસે વરલી મટકાનાં આંક ફરકનાં જુગારની પ્રવૃત્તિ આચરતો તૌસીફ કરીમભાઇ પઠાણ ઉ.વર્ષ.૨૯,રહે મેઇન બજાર રતનવિડીયો વાળી શેરી ગારીયાધાર વાળો ઉપરોક્ત પ્રવૃત્તિ આચરતો હોય જેથી તાત્કાલીક રેઇડ કરી સદરહુ ઇસમને પકડી પાડેલ અને તેની પાસેથી બોલપેન નંગ.એક.તેની કિ.રૂ.૦૦/૦૦- તથા આંકડા લખેલ જુદી જુદી ચીઠ્ઠીઓ તેમજ રોકડા રૂ.૧૦,૧૭૦/- તથા વરલી મટકાનાં લગત સાહિત્ય કબ્જે કરી સદર ઇસમ વિરૂધ્ધ જુગારધારા પ્રતિબંધ કલમ ૧૨(અ) મુજબ પો.કોન્સ વિજયભાઇ મેહુરભાઇ મકવાણા એ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં. PSI.આર,એચ,બાર.સા.તથા PSI.એમ,પી,પંડયા.સા.તથા હેડ.કો.પી.કે.ગામેતી તથા પો.કો.વિજયભાઈ.મકવાણા તથા પો.કો.જીતેન્દ્રભાઇ.ડાંગર તથા પો.કો.દિલીપભાઇ.ખાચર તથા પો.કો.કે.કે.જોગદીયા તથા પો.કો. શકિતસિંહ.જે.સરવૈયા તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે એક ઇસમને વરલી મટકાનો હારજીતનો જુગાર રમી રમાડતાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
Chat Conversation End
Type a message…
deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top