You are here
Home > Breaking News > આનંદનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

આનંદનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

livecrimenews@gmail.com

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશન અને મુખ્ય પોલીસ અધિકારી દ્રારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા અંગેની એક ખાસ ડ્રાઇવનું આયોજન ચાલી રહેલ છે.

જે અનુસંધાને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ. માલ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ડી.ડી.પરમાર સાહેબને બાતમી હકિકત આધારે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા સાહેબ તથા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી. પોલીસે આનંદનગર સ્લમબોર્ડ કવાટર્સ રૂમ નંબર ૨૧૫ ભાવનગર વાળાના મકાનમાં રેઇડ કરતા શરીફાબેન W/O રૂસ્તમખાન ફતેખા પઠાણ રહેવાસી આનંદનગર, સ્લમબોર્ડ કવાટર્સ રૂમ નંબર ૨૧૫ ભાવનગરવાળાના ઘરમાંથી ૧ કિલો ૯૪૦ ગ્રામ ગાંજો કિ.રૂ. ૧૧,૬૪૦/- મળી આવેલ મજકુર સ્ત્રી આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી મજકુર સ્ત્રી આરોપી સામે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબે ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્પેન કટરશ્રી ડી.એમ.મિશ્રા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. જી.પી.જાની તથા હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા યોગેન્દ્રસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા હિતેષભાઇ મેર તથા ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા નીતીનભાઇ ખટાણા તથા શરદભાઇ ભટ્ટ તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા અતુલભાઇ ચુડાસમા તથા અબ્બાસભાઇ દેવજીયાણી તથા મહિલા હેડ કોન્સ. મંછાબેન રવજીભાઇ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. આઇશાબેન અહેમદભાઇ તથા પોલીસ કોન્સ. અજયસિંહ વાઘેલા તથા ડ્રાઇવર જગદીશસિંહ જીતુભા ગોહિલ જોડાયા હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top