You are here
Home > Breaking News > શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ જાન્યુ. થી ૦૩ ફેબ્રુ. સુધી ૫૦ ગામોને આવરી લઈ બાળકોને વિવિધ પ્રકારે તબીબી સેવાઓ અપાઈ

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ જાન્યુ. થી ૦૩ ફેબ્રુ. સુધી ૫૦ ગામોને આવરી લઈ બાળકોને વિવિધ પ્રકારે તબીબી સેવાઓ અપાઈ

શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ જાન્યુ. થી ૦૩ ફેબ્રુ. સુધી ૫૦ ગામોને આવરી લઈ બાળકોને વિવિધ પ્રhelth

ભાવનગર;ગુરૂવાર; રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮ જાન્યુ. થી ૦૩ ફેબ્રુ. સુધી ૫૦ ગામોને આવરી લઈ બાળકોને વિવિધ પ્રકારે તબીબી સેવાઓ અપાઈ હતી જેમકે- ૩૦૩ શૈક્ષણિક સંસ્થાઓમાં ૫૯૭  તબીબી ટીમોએ ૩૫૬૬૯ બાળકોને તપાસ્યા, જેમાંથી તબીબી અધિકારીએ અઠવાડીયા દરમ્યાન તપાસેલ બાળકો ૬૫૬૩, સ્થળ પર પ્રાથમિક સારવાર આપેલ બાળકો ૫૯૩૧, સંદર્ભ સેવામાં તપાસેલ અને સારવાર આપેલ બાળકો ૪૩૨, બાળરોગ નિષ્ણાંતે તપાસેલ અને સારવાર આપેલ બાળકો ૪૫, આંખરોગ નિષ્ણાંતે તપાસેલ અને સારવાર આપેલ બાળકો ૨૫૪, દાંત રોગ નિષ્ણાંતે તપાસેલ અને સારવાર આપેલ બાળકો  ૪૯, કાન નાક અને ગળાના નિષ્ણાંતે તપાસેલ અને સારવાર આપેલ બાળકો ૪૫ અન્ય રોગ જણાયેલ બાળકો ૦૫

 અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, પ્રાથમિક શાળા, ગ્રામ પંચાયત સહિતની જગ્યાએ પાણીના સ્ત્રોતની સફાઈ, ગામની સફાઈ, વ્રુક્ષારોપણ, આરોગ્ય સભા, ભીંત સુત્રો, બેનરો  સાંસ્ક્રુતિક કાર્યક્રમો થકી આરોગ્યની જાળવણી કરવાના પ્રયાસો કરાયા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગરે જણાવ્યુ છે.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top