
WhatsAppને ટક્કર આપવા આવી બાબા રામદેવની Kimbho
બીએસએનએલ સાથે મળીને સિમ કાર્ડ લોન્ચ કર્યા બાદ હવે બાબા રામદેવ સોશિયલ મીડિયા સેક્ટરમાં પણ ધમાલ મચાવવા તૈયાર છે. બાબાની કંપની પતંજલીએ સિમકાર્ડ બાદ હવે મેસેજિંગ એપ કિમ્ભોને લોન્ચ કરી છે.
આ એપની સીધી ટક્કર WhatsApp સાથે થશે. જોકે, આ એપ વિશે બાબા રામદેવ તરફથી કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી નથી. આને આજે જ ગૂગલ પ્લેસ્ટોરમાં એપડેટ કરવામાં આવી છે, અને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
પ્લે સ્ટોર પર આ એપને ડેવલપ કરવાવાળાનું એડ્રેસ પતંજલી આયુર્વેદિક લિમિટેડ, ડિપાર્ટમેંટ ઈ-કોમર્સ, ડી-28 ઈન્ડસ્ટ્રીયલ એરિયા, નિયર ઈન્કમ ટેક્ષ ઓફિસ, હરિદ્વાર, ઉત્તરાખંડ, 249401 આપવામાં આવ્યું છે, અને આને પતંજલી કમ્યુનિકેશન તરફતી લોન્ચ કરવામાં આવી છે.
ફિચર્સની વાત કરીએ તો, આ એપ દ્વારા WhatsAppની જેમ જ વીડિયો કોલિંગ કરવામાં આવી શકે છે. તમે આમાં પોતાના મિત્રો સાથે ટેક્સ, મેસેજ, વીડિયો, ફોટો અને ઓડિયો ક્લિપ શેર કરી શકો છો. આ સિવાય આમા લોકેશન શેરિંગ ફિચર પણ રાખવામાં આવ્યું છે અને એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ એકદમ સેફ છે.