You are here
Home > Breaking News > સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના લોકાર્પણનો મહિમા ઉજાગર કરી સરદાર સાહેબનો એકતા


અખંડિતતાનો ગામેગામ સંદેશ પ્રસરાવતી એકતા યાત્રા બે તબક્કામાં યોજાશે

“એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને
જન-જન સુધી ઉજાગર કરવા જિલ્લામાં વિશેષ રથ સાથે એકતા યાત્રાનું ઘઢી કઢાયેલું સુચારૂ આયોજન .

જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ એકતા યાત્રાના આયોજન માટે અમલીકરણ અધિકારીઓ
સાથે યોજેલી બેઠક : વિવિધ સમિતિઓની રચના : જિલ્લા-તાલુકાના નોડલ અધિકારીઓ પણ નિનામા

રાજપીપલા:

Pd dabhi

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની સરદાર સરોવર ડેમ સાઇટ ખાતે સાધુ ટેકરી નજીક ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ પટેલ ની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા નિર્માણ – સ્ટેચ્યુ ઓફ યુનિટીના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ સરદાર પટેલ જન્મ જયંતીએ થનારા લોકાર્પણ પૂર્વે સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ ગામે ગામ અને ઘરે ઘર ગુંજતો સમગ્ર રાજ્યમાં તા.૨૦ મી થી તા.૨૯ મી ઓક્ટોબર, ૨૦૧૮ અને તા.૧૨ મી નવેમ્બર થી તા.૨૧ મી નવેમ્બર, ૨૦૧૮ દરમિયાન બે તબક્કામાં યોજાનારી એકતાયાત્રાના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ ઉક્ત સમયગાળા દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાની રાહબરી અને માર્ગદર્શન હેઠળ આ એકતાયાત્રાનું સુચારૂ આયોજન ઘડી કઢાયું છે. નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ઉક્ત પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન યોજાનારી એકતાયાત્રાનું આયોજન ઘડી કાઢવા માટે જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટરાલય ખાતે તાજેતરમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર નિનામાએ જણાવ્યું હતું કે, “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના સ્વપ્નદ્રષ્ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન-જન સુધી ઉજાગર કરવા ઓક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન વિશેષ રથ સાથે આ એકતાયાત્રા નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓના ગામે ગામ ફરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ, સરદાર પટેલના સંદેશને હાલના જન જીવનમાં તેની અગત્યતા સાથે જોડીને લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતાનો સંદેશ પ્રસરાવવો અને સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકાસવવી તેમજ જ્ઞાતિ-ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ એકતા યાત્રાનું રાજ્યવ્યાપી આયોજન કરાયું છે.
આ એકતા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિશે નિબંધ સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા તેમજ ચર્ચા સ્પર્ધાઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રિય એકતા અંતર્ગત વિશેષ વિડીયો પણ પ્રદર્શિત કરાશે. જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, પ્રાયોજના વહિવટદારઆર.વી. બારીયા, રાજપીપલા પ્રાંત અધિકારી ડી.કે. ભગત સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામા દ્વારા જિલ્લામાં આ એકતા રથયાત્રા સંદર્ભે જુદી જુદી સમિતિઓની રચના કરીને સંબંધિત અધિકારીઓને સોંપાયેલી ફરજ સુપેરે નિભાવવા પણ નિનામાએ જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા અને તાલુકાના રથ ઇન્ચાર્જ અધિકારીઓ ઉપરાંત એકતા યાત્રાના જિલ્લાના અને સંબંધિત તાલુકાના નોડલ અધિકારીઓને પણ જે તે જવાબદારીઓ સુપરત કરાઇ છે.

રિપોર્ટ :
જ્યોતી જગતાપ , રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top