You are here
Home > India > Gujarat > Bhavnagar > પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ રાઠોડને જિલ્લાની કમાન સોંપાઈ

પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ રાઠોડને જિલ્લાની કમાન સોંપાઈ

પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ રાઠોડને જિલ્લાની કમાન સોંપાઈ

ભાવનગર જિલ્લા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડે વિધિવત ચાર્જ સંભાળ્યો, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ રાઠોડને જિલ્લાની કમાન સોંપાઈ.

આગામી લોકસભામાં મોટી જીતની આશા સાથે કોંગ્રેસ હાઇકમાન્ડ એ કમર કસી લીધી છે ત્યારે જિલ્લાની ટીમોમાં મોટા ફેરફારો શરૂ કરી દીધા છે સાથે અમિત ચાવડા અને પરેશ ધાનાણી ની નેતૃત્વ હેઠળ સમગ્ર ગુજરાતમાં ટીમો એક્ટિવ કરી દેવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં આજે નવા પ્રમુખ નો પદગ્રહણ સમારોહ સરકીટ હાઉસ ખાતે કાર્યકર આગેવાનોની હાજરીમાં રાખવામાં આવ્યો હતો.

નવનિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ એ સ્વામિનારાયણ મંદિરે આશીર્વાદ લઈને સરકીટ હાઉસ ખાતે પ્રદેશને જીલ્લાના આગેવાનો ની ઉપસ્થિતિ માં પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું 

આગામી લોકસભાની ચૂંટણી જીતવા હુંકાર કર્યો હતો અને 2019 ની ચૂંટણી માટે સંગઠન મજબૂત બનાવવા તાલુકે-તાલુકે પ્રવાસ કરીને વધુ લોકો કોંગ્રેસની વિચારધારા સાથે જોડાશે ત્યારે જીલ્લાની તમામ પાંખોના જિલ્લા કોંગ્રેસ, જિલ્લા યુવા કોંગ્રેસ, જિલ્લા સોસિયલ મીડિયા વિભાગ, જિલ્લા લોક સરકાર વિભાગ, જિલ્લા મહિલા કોંગ્રેસ એનેએસયુઆઈ સહિતના હોદેદારો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજરી આપી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છા પાઠવી હતી..

પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top