You are here
Home > Breaking News > દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ

દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ

કેશોદમાં દેવીપુજક સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા રોષ

ત્રણ દિવસથી દિવસ રાત ઉપવાસ ઉપર ઊતર્યા
કેશોદના જુનાગઢ રોડ નજીક આવેલ માધવમીલ અને રાધેક્રિષ્ના ગૌશાળા નજીક આવેલ દેવી પુજકના વર્ષો જુના સમાધી સ્થાન સ્મશાનમાં સરકારશ્રીની આવાસ યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે જેની જાણ દેવી પુજક સમાજને થતા સ્થાનીક આગેવાનોને રજુઆત કરવામાં આવી હતી છતા કોઈ જવાબ ન મળતા દેવીપુજક સમાજ દ્વારા છેલ્લાં ત્રણ દિવસોથી દિવસ રાત પુરૂષો અને મહીલાઓ ઉપવાસ ઉપર બેઠા છે
દેવીંપૂજક સમાધી સ્થાન સ્મશાનમાં આવાસ યોજનાનું કામ શરૂ થતા દેવીપુજક સમાજની લાગણી દુભાતા દેવીપુજક સમાજ એવી માંગણી કરી રહયાછે કે અન્ય કોઈપણ જગ્યાએ આવાસ યોજના બનાવવામાં આવે તેમ છતા જો દેવીપુજક સમાધી સ્થાન સ્મશાનમાં જ આવાસ યોજના બનાવવામાં આવશે તો સૌરાષ્ટ્ર ભરના દેવીપુજક દ્વારા ઉગ્ર આંદોલન કરી રસ્તા રોકો આંદોલન તેમજ મરણીયા પ્રયાસ કરવા શરિરે કેરોસીન છાંટી આત્મ વિલોપન કરવામાં આવશે તેવી ચિમકી પણ દેવીપુજક સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે દેવીપુજક સમાજની માંગણી સ્વીકારાશે કે નહી તે આગામી સમય બતાવશે હાલમાં દેવીપુજક સમાજ દ્વારા દિવસ રાત ઉપવાસ ઉપર બેઠા છે તેની ઉપવાસીઓની સંખ્યમા  વધારો થતો જોવા મળી રહ્યો છે

તસ્વીર :- મિતુલ વાઢીયા કેશોદ
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top