You are here
Home > India > Gujarat > Bhavnagar > નન્હી પરી અવતરણ યોજાયો

નન્હી પરી અવતરણ યોજાયો

કાર્યક્ર્મ ભાવનગર ખાતે નન્હી પરી અવતરણ યોજાયો

તા.૦૮/૦૩/૨૦૧૮ ગુરૂવારના રોજ આંતરરાષ્ટ્રિય મહિલા દિને સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ખાતે જન્મેલી તમામ દિકરીઓને તાલુકા હેલ્થ ઓફિસ-ભાવનગર દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી,  ગાયનેક વિભાગ, સર ટી હોસ્પિટલના વડા ડો.ગુણવંત કડીકર, ડો.સુનિલ પટેલ તા.હે.ઓ.ભાવનગર ડો.વિપુલ પટેલ તથા ડો.દોશા ગુંદિગરા- આર.બી.એસ.કે. તબીબ અને ડી.પી.એચ.એન ટીમ દ્વારા મમતા કીટસ, ચાંદીનો સિક્કો, મિઠાઇ તથા ગુલાબનું ફુલ આપી માતા તથા દીકરીનું સન્માન કરી સમાજમાં બેટીનું મહત્વ મુઠી ઉંચેરૂ કંડાર્યુ હતું.

ઉપરાંત તા.૧૦/૦૩/૧૮ના રોજ તા.હે.ઓ.ભાવનગર દ્વારા બેટી બચાવો- બેટી પઢાવોની વિશાળ રેલી નીકળશે. નન્હી પરી અવતરણ હેઠળ યોજાયેલા કાર્યક્ર્મમાં તા.હે.ઓ.ભાવનગર સ્ટાફ, અધિકારીઓ પદાધિકારીઓ વગેરે જોડાયા હતા.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top