You are here
Home > Breaking News > 9મી ઓગષ્ટે રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે મંત્રીઓ ની ઉપસ્થિતિ મા વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણી

9મી ઓગષ્ટે રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે મંત્રીઓ ની ઉપસ્થિતિ મા વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણી

9મી ઓગષ્ટે રાજપીપલા અને ડેડીયાપાડા ખાતે મંત્રીઓ ની ઉપસ્થિતિ મા વિશ્વ આદિવાસી દિવસની થનારી ઉજવણી
 રાજપીપળા  ખાતે  મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ અનેદેડીયાપાડા ખાતે  રાજ્ય મંત્રી
શ્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં
વિવિધ ક્ષેત્રે આદિવાસી સમાજની તેજસ્વી પ્રતિભાઓનું કરાશે સન્માન કરાશે .
  રાજપીપલા:
૯ મી ઓગષ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામા આવશે .જેના ભાગરૂપે નર્મદા જિલ્લાવમાં આ ઉજવણીના અંતર્ગત હાથ ધરાનારા કાર્યક્રમોના સુચારા આયોજન અંગે જિલ્લાર કલેક્ટરઆર.એસ. નિનામા  રાજપીપલા કલેક્ટરાલય ખાતે બેઠક યોજીને સંબંધિત અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી જવાબદારીઓ સુપેરે નિભાવવા જરૂરી સૂચનાઓ આપી હતી.  વિશ્વ આદિવાસી દિવસની થનારી જિલ્લા કક્ષાની ઉજવણી અંતર્ગત જિલ્લા માં રાજપીપલા મુખ્યમથક અને દેડીયાપાડા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ધો-૧૦ અને ૧૨ માં ગત વર્ષના તેજસ્વી આદિવાસી વિદ્યાર્થીઓ, રાજ્ય કે રાષ્ટ્રી યકક્ષાના આદિવાસી રમતવીરો, સમાજસેવા કે અન્ય ક્ષેત્રે અગ્રણી આદિવાસી મહિલા આગેવાનો, પ્રગતિશીલ આદિવાસી ખેડૂતો-પશુપાલકો, સમાજસેવા કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ  પ્રદાન માટે આદિવાસી અગ્રણીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાશે. તદ્ઉપરાંત આદિવાસી લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ પણ કરાશે.   ગુજરાતના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વાહન વ્યવહાર અને સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં  રાજપીપલા પ્રાંત કચેરી નજીક નંદરાજાની પ્રતિમા પાસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે, જેમાં સંસદસભ્ય રામસિંહભાઇ રાઠવા, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટ તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે. તેવી જ રીતે ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ વિભાગના રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતિમાં પણ આ દિવસે દેડીયાપાડા તાલુકા મથકે  એ.એમ. બારોટ હાઇસ્કુલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે, જેમાં સંસદસભ્ય મનસુખભાઇ વસાવા અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના અધ્યક્ષશ્નિતીનભાઇ  પેથાણી તેમજ અન્ય પદાધિકારીશ્રીઓ,  અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે.   અત્રે એ ઉલ્લેખનીય છે કે, સમાજનો બહોળો વર્ગ આદિવાસી સંસ્કૃતિથી અવગત થાય અને દેશની આઝાદી માટે આદિવાસી સ્વાતંત્ર્યવીરોએ આપેલા યોગદાન વિશે જાણકારી મેળવે અને રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિકાસ માટેની યોજનાઓથી અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો પરિચિત થાય તેવો હેતુ આ ઉજવણીનો રહેલો છેતેમ આયોજન બેઠક મા કલેકટર આર એસ નિનામા એ જણાવ્યું હતું .
રિપોર્ટ :
 જ્યોતિ  જગતાપ , રાજપીપળા
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top