You are here
Home > Breaking News > નર્મદાના જીતનગર ખાતે 28કરોડ  ના ખર્ચે  તૈયાર થયેલ  નર્મદા ની  આધુનિક નવી જેલ માં 45કેદીઓને ટ્રાંસફર કરાયા

નર્મદાના જીતનગર ખાતે 28કરોડ  ના ખર્ચે  તૈયાર થયેલ  નર્મદા ની  આધુનિક નવી જેલ માં 45કેદીઓને ટ્રાંસફર કરાયા

નર્મદાના જીતનગર ખાતે 28કરોડ  ના ખર્ચે  તૈયાર થયેલ  નર્મદા ની  આધુનિક નવી જેલ માં 45કેદીઓને ટ્રાંસફર કરાયા .


નર્મદા જિલ્લાના ના જીતનગર ખાતે 28કરોડ  ના ખર્ચે  તૈયાર થયેલ  નર્મદા ની  આધુનિક નવી જેલ માંઆજે જૂની સબ જેલમાંથી  45 કેદીઓને ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લા જેલ માં  ટ્રાંસફર કરાયા હતા .જેમાં 44પુરુષ અને 1મહિલા કેદી ને ચાર મોટા સરકારી વાહનોમાં પાઈલોટિન્ગ સાથે જીતનગર લઈ જવાયા હતા જેમાં જેલ સુપ્રીટેન્ડન્ટ એમ એલ ગમારા ની નિગરાની હેઠળ સ્ટાફ તેમજ ફર્નિચર અને રેકર્ડ નું પણ સ્થળાંતર કરાયું હતું , જેમાં 15જેટલા ખૂંખાર કેદીઓ ને ક્વિક રિસ્પોન્સ ટીમ ના પીએસઆઈ કે કે પાઠકના પાયલોટીંગ સાથે શિફ્ટ કરાયા હતા .

રાજપીપળા માં આવેલા જૂની સબજેલમાં 1950માં  નિર્માણ પામી હતી ત્યાર બાદ 2018માં જીતનગરમાં વિશાળ એકરમાં ફેલાયેલી અદ્યતન સુવિધા વાળી જિલ્લા જેલ બનીહતી

રાજપીપળાની રાજા  રજવાડા વખતની 67વર્ષ થી કાર્યરતહતી  જે જગ્યા ની દ્રષ્ટિ એ નાની પણ પડતી હતી તેથી સરકાર દ્વારા નવી જેલ બનાવવા નો નિર્ણય લેવાયો હતો જે  જીતનગર  પોલિસ હેડક્વાર્ટરની પાછળ વિશાળ જગ્યામાં28 કરોડ ના ખર્ચે જિલ્લા જેલ તૈયાર થઈ જતા  પામી છે.જેમાં આજે  9મી ફેબ્રુઆરીએ  જૂની સબજેલના45 કેદીઓનેનવી જેલ માં લોખંડી પોલીસ જાપ્તા સાથે  ટ્રાન્સફર પણ કરી દેવાયા હતા


અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા શહેરની  1950માં 3 બેરેક અને 94 કેદીઓની ક્ષમતા ધરાવતી સબજેલ બનાવવામાં આવી હતી. હવે 2018માં રાજપીપળા નજીક જીતનગર સ્થિત પોલીસ હેડક્વાર્ટરની બિલકુલ પાછળ વિશાળ જગ્યામાં નવી જેલ ને  અપગ્રેડ કરી જિલ્લા જેલ બનાવવામાં આવી છે આ નવી  જેલ 347 કેદીઓની ક્ષમતા ધરાવે છે અને એમાં 16 બેરેકની સાથે 2 મહિલા બેરેકનો પણ સમાવેશ થયો છે જેમાં .હાઈમાસ્ટ લાઇનો,યોગા,લાયબ્રેરી,જિમ,અદ્યતન ગાર્ડન સહિતની સુવિધાથી સજ્જ નવી જેલ માટે સરકાર દ્વારા 3 નવા જેલરોની પણ નિમણૂક કરાઈ છે.આ અગાઉ  નવી જેલમાં ભૂમિશુધ્ધિકરણ અને પંચકુંડીયજ્ઞ કરીને  આજે  રાજપીપળા સબજેલના તમામ કેદીઓને નવી જેલમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા


રિપોર્ટ :
જ્યોતિ  જગતાપ , રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top