You are here
Home > India > Gujarat > Bhavnagar > આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે તા. ૧૦ માર્ચે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે તા. ૧૦ માર્ચે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે તા. ૧૦ માર્ચે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે  જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

ભાવનગર;શનિવાર; મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બેટી બચાઓ બેટી પઢાઓ ના સંકલ્પ સાથે આજે તા. ૧૦ માર્ચે સવારે ૯/૦૦ થી ૧૨/૦૦ કલાક સુધી મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં  ભાવનગરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે  જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુ હતુ.

આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને માન. મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે અંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે મહિલા સંમેલનો યોજાઈ રહ્યા છે આજે અહીં ભાવનગર ખાતે મહિલા સંમેલન યોજાયુ છે ત્યારે ઘટ્તુ જતુ દિકરીઓના જન્મનું પ્રમાણ તથા કુપોષણ આ બે બાબતો સમાજને માટે ચિંન્તાનો વિષય બની રહ્યો છે રાજ્ય સરકારે આ બે બાબતો ના ઉકેલ માટે બેટી બચાઓ બેટી પઢાઓ, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ તથા પુરક પોષણ જેવા નવતર પ્રયોગ થકી નિષ્ઠાપુર્વકના પ્રયાસો આદર્યા છે તો સમાજશ્રેષ્ઠીઓએ તેમજ છેવાડાના માનવીએ પણ જાગ્રુત રહી જન ભાગીદારી માટે આગળ આવવુ પડશે માતા પિતાની સૌથી વધુ ચિંન્તા દિકરી કરતી હોય છે તે ઘર ખાલી છે જેમાં દિકરી ન હોય આપણા દેશમાં ઈશ્વરી શક્તિ સ્ત્રી સ્વરૂપે છે સ્ત્રી ભ્રુણ હત્યા કરનારા લોકો સામે કડક હાથે કામ લેવાશે રાજ્યમાં ૨૦ લાખ મહિલાઓના નામે મિલ્કતની નોંધણી થઈ છે તે રાજ્ય સરકારની કામગીરીની ફળશ્રુતિ છે છેલ્લાં ૧૦ વર્ષના સમયગાળા માં રાજ્યમાં ૧૦૮ ની સેવા થકી ૩૦ લાખ સગર્ભા

બહેનોને આરોગ્યલક્ષી સેવા મળી છે પોલીસ ખાતામાં મહિલા અનામતની જોગવાઈ કરાઈ છે મહિલા માટે કોઈ કામ અશક્ય નથી અવની ચતુર્વેદી નામની મહિલા લડાકુ વિમાન ચલાવે છે

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે જિલ્લાની  આંગણવાડીની વર્કર તથા હેલ્પર એવી કુલ ૧૧ શ્રેષ્ઠ  બહેનોને

માતા યશોદા એવોર્ડ અંતર્ગત  કુલ રૂપિયા ૨.૮ લાખના ચેકો તેમજ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.

રાજ્ય સરકારની ડેરી વિકાસ યોજના અંતર્ગત દુધઘર બનાવવાના ત્રીજા તબક્કાની સહાયનો રૂપિયા ૧.૫૦ લાખનો ચેક જેસર તાલુકાની  સરેરા મહિલા દુધ ઉત્પાદક મંડળીને આપવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન તથા મમતા કાર્ડનું વિતરણ કરાયુ હતુ.

 

  મહિલા પાઈલોટ તરીકે નિયુક્તિ પામનાર દિવ્યાબેન સંઘવીનું , પ્રધાનમંત્રી માત્રુત્વ વંદના યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર મહિલાઓનું,મહામહિમ રાષ્ટ્રપતિ હોમગાર્ડ એવોર્ડ મેળવનાર દિકરીનું, રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર તેમજ રાજ્ય કક્ષાએ એવોર્ડ મેળવેલ દિકરીઓનું, પ્રગતિશીલ મહિલા ખેડુતોનું, આરોગ્ય ક્ષેત્રે ઉત્ક્રુષ્ટ કામગીરી કરનાર આશા બહેન તથા મહિલા કર્મચારીઓનું, ૧૦૦ વર્ષ થી વધુ ઉંમરના મહિલા ત્રિવેદી ભાગીરથીબેનનું સન્માન કરાયુ હતુ. વિધવા તાલીમ કીટ લાભાર્થી મહિલાઓને આપવામાં આવી હતી.બેટી બચાઓ બેટી પઢાઓ વિષયે ચિત્ર, વકત્રુત્વ, નિબંધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરાયુ હતુ, આરોગ્ય ક્ષેત્રે માત્રુ બાળ કલ્યાણ કામગીરી કરતા કર્મચારીઓને મોબાઈલ સેટ આપવામાં આવ્યા હતા.   રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો,  શહેરમાં પ્રભાત ફેરીનું આયોજન કરાયુ હતુ, આરોગ્યલક્ષી તેમજ બેટી બચાઓ બેટી પઢાઓ વિષયે નાટક રજુ કરાયુ હતુ. સમુહમાં સ્ત્રીભ્રુણ હત્યા નિવારણ, દહેજ પ્રથા નાબુદી, દિકરા દિકરીને સમાન ગણવા માટે શપથ લેવાયા હતા.

  આ કાર્યક્રમમાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી, તળાજાના ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા, ગઢડાના ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ મારૂ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સંજયસિંહ સરવૈયા, મેયર શ્રીમતી નિમુબેન, ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના સભ્યશ્રી ગાયત્રીબા સરવૈયા, ગુજરાત રાજ્ય મહિલા અને બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રી પ્રભાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓક, નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસ, મ્યુ. કમિશ્નરશ્રી મનોજ કોઠારી, ડી. આર. ડી. એ. નિયામકશ્રી ડી. ડી. જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એચ. એફ. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી. સી. પટેલ, નાયબ મ્યુ. કમિશ્નરશ્રી એન. ડી. ગોવાણી, સીટી મામલતદારશ્રી વિજ્યાબેન પરમાર, સી. ડી. પી. ઓ. શ્રીમતી કે. જી. પંડિત, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી જલ્પા ત્રિવેદી સહિત કોર્પોરેટરો, સંબંધિત કચેરીના અધિકારી/કર્મચારી, આંગણવાડીની વર્કર, હેલ્પર બહેનો તથા યુવતિઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી. 

 

તસ્વીર :- પી.ડી ડાભી તળાજા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

One thought on “આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આજે તા. ૧૦ માર્ચે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ, યાત્રાધામ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને ભાવનગર ખાતે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજાયુ

Leave a Reply

Top