You are here
Home > Breaking News > અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધાઓ યોજાશે

અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધાઓ યોજાશે

અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધાઓ યોજાશે

સર્વે ખાતાના અધિકારીઓ/કર્મચારીઓએ  તા. ૩૧ માર્ચ સુધીમાં ગાંધીનગર ખાતે અરજી મોકલી આપવી

ભાવનગર;ગુરૂવાર; કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સીવીલ સર્વિસીસ કલ્ચરલ અને સ્પોર્ટ્સ બોર્ડ, નવી દિલ્હી દ્વારા દર વર્ષે અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધાઓ યોજવામાં આવે છે આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતા અધિકારી/કર્મચારીઓએ GSWAN પર મુકેલ સામાન્ય વહિવટ વિભાગનો તા. ૧૧/૦૬/૨૦૦૯નો પરિપત્ર વંચાણે લેવો

રમત ગમત સ્પર્ધાઓ પૈકી બે રમતોમાં કર્મચારી ભાગ લઈ શકશે

  રમતોની વિગતો જોઈએ તો- ક્રિકેટ, એથ્લેટીક્સ, ટેબલ ટેનિસ, ટેનિસ, બેડમિન્ટ, વોલીબોલ, ફૂટબોલ, સ્વીમીંગ, કબડ્ડી, બ્રીજ, ચેસ, કેરમ, એકાંકી નાટક, સંગીત અને ન્રુત્ય, બાસ્કેટ બોલ, હોકી, વેઈટ લીફ્ટીંગ અને બેસ્ટ ફીઝીક, રેસ્લીંગ, પાવર લીફ્ટીંગ

વર્ષ ૨૦૧૮-૨૦૧૯ દરમ્યાન યોજાનાર અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓ GSWAN પર મુકેલ સામાન્ય વહિવટ વિભાગનો તા. ૧૧/૦૬/૨૦૦૯નો પરિપત્ર વંચાણે લઈ અને આ પરિપત્રમાં જણાવેલ લાયકાતો ધરાવતા હોય તેઓ આ સ્પર્ધાઓમાં ભાગ લઈ શક્શે

અખિલ ભારતીય મુલ્કી સેવા રમત ગમત સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છુક રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓએ તેમની કચેરીને મોકલેલ  નિયત ફોર્મમાં વિગતો ભરીને તા. ૩૧ માર્ચ સુધીમાં ઉપ સચિવશ્રી (કલ્યાણ),સામાન્ય વહિવટ વિભાગ, બ્લોક નં. ૦૭ નવા સચિવાલય, ગાંધીનગર ખાતે મોકલી આપવાનું રહેશે.

 નિયત કરેલ સમય મર્યાદા બાદ એટલેકે તા. ૩૧ માર્ચ ૨૦૧૮ બાદ મળેલ એન્ટ્રી ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહિ જેની સંબંધિતોએ નોંધ લેવા શ્રી જે. પી. પટેલ, ઉપ સચિવશ્રી, સામાન્ય વહિવટ વિભાગ, ગુજરાત સરકાર ગાંધીનગરે જણાવ્યુ છે.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top