You are here
Home > Breaking News > સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય સેલ્સ ઇલેક્ટ્રિક શો રૂમમાં આગ.

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય સેલ્સ ઇલેક્ટ્રિક શો રૂમમાં આગ.

livecrimenews@gmail.com

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિજય સેલ્સ નામના ઇલેક્ટ્રિક શો રૂમનાં પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર પેટીમાં અચાનક આગ લાગી જતા ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. આગની ફાયરને જાણ થતા  ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબુમાં મેળવાની કવાયત હાથ ધરી હતી.

પાર્કિંગમાં લાગેલી આગને લઇ ઇલેક્ટ્રિક શો રૂમના ઉપર આવેલ હોસ્પિટલમાં ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો. હોસ્પીટલની ઉપર ફસાયેલા લોકોને ફાયર દ્વારા  રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ૧૮ લોકોને બાહર કાઢવામાં આવ્યા હતા. પાર્કિંગમાં લાગેલી આગના કારણે ભારે નુકશાન  થતા 21 બાઈક સહીત એ.સી.મશીન બળીને ખાક થઇ ગયા. બીજી કોઈપણ જાનહાની થઇ હતી નહીં.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top