You are here
Home > Breaking News > સરકારની ભવાઈઓ એ સીમાઓ તોડી, 9 લાખથી વધુ વિધાર્થીઓ ની મહેનત પૈસા અને સમય ઉપર ટાઢું પાણી ઢોળતી સરકાર

સરકારની ભવાઈઓ એ સીમાઓ તોડી, 9 લાખથી વધુ વિધાર્થીઓ ની મહેનત પૈસા અને સમય ઉપર ટાઢું પાણી ઢોળતી સરકાર

 

– સરકારની ભવાઈઓ એ સીમાઓ તોડી, 9 લાખથી વધુ વિધાર્થીઓ ની મહેનત પૈસા અને સમય ઉપર ટાઢું પાણી ઢોળતી સરકાર – મિલન કુવાડીયા

– સરકારી પરીક્ષાના પેપર લીક થવા એ કઈ નવીન વાત નથી, પૈસાના વહીવટોથી જ સરકારી ભરતી કરવી હોય તો આ બધા ફતવાઓ શા માટે..? 

– સરકારી કર્મચારીઓ સાથે સરકારના પણ લાખો રૂપિયાનો ધુમાડો, કરોડો રૂપિયાના ઉઘરાણા કરીને ચૂંટણી ફંડ ભેગું કરવાનો કારસો – મિલન કુવાડીયા

 ગુજરાત સરકાર દ્વારા સરકારી પરિક્ષા માટે પારદર્શક ભરતીઓ કરવી એ હવે હાથબારું વઇ ગયું લાગે છે. કરપશન ઘટાડવાની મોટી મોટી વાતો કરતી આ સરકાર ના મંત્રી બાબુઓ જ જેટલું થાય એટલું ભેગુ કરી જ લેવાની નીતિ સાથે જે તે મંત્રી પદ લઈને ગોઠવાય ગયા છે. અનેક વાર સરકારી પરીક્ષામાં મોટા વહીવટો બહાર આવી ગયા છે શિક્ષણમંત્રી ચુડાસમા નું નામ પણ લિસ્ટમાં એક વાર ચડી ગયેલું છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ પણ જાતની કાર્યવાહી કે કોઈ પણ અધિકરીઓ કે મંત્રીઓ ઉપર પગલાં લેવાતા નથી. આશાસ્પદ યુવાનો વર્ષોથી રાત દિવસ મહેનત કરે અને પરીક્ષા દેવામાં સ્થળ સુધી પહોંચવા પૈસા અને સમય બંને વેડફે ને અંતે તો પરિણામ શુ તો કે ભાજપ સરકારના ભ્રષ્ટ થી પણ ખરાબ નેતાઓ ને અધિકારીઓ પાંચ દસ લાખ રૂપિયાની લાલચમાં લાખો વિધાર્થીઓ ની ભવિષ્ય ની દશા બેસાડી દે છે. આ પહેલા નાયબ ચિટનીસ નું પેપર ફૂટ્યું હતું એવો વીડિયો વાયરલ થયો હતો પણ ક્યાં ભીનું સંકેલાઈ ગયું એ ખબર જ ના રહી. આજે રાજ્યમાં કોન્સ્ટેબલ ની પરીક્ષામાં નવ લાખ થી વધુ લોકો પોતાના ભાવિના નિર્માણ માટે મહેનત કરી ગયા હતા પણ સરકારની મેલી નીતિ ને લઈને પેપર ફૂટી જતા વિધાર્થી ની મહેનત ઉપર સરકારે પાણી ફેરવી દીધું. આ અંગે હવે જે વિધાર્થી રૂપિયા બગાડી ને ગયા હોય એમને સરકાર શુ કરી આપશે ? ગરીબ ઘરના વિધાર્થી નુ આમાં શુ? ક્યાં સુધી સરકાર આવી ભરતીમાં વહીવટી ધોરણો ચલાવશે ? ક્યારે પરીક્ષા ભરતીમાં પારદર્શક તા લાવી શકશે ? આવું વારેવારે બનતા હવે લોકોને પણ સરકારી નોકરી પરીક્ષામાં રસ ઉડવા લાગશે કેમ કરી પોતાની મહેનત તો આખરે સરકારના પૈસા ભરવાના ખાડામાં જ જાય છે તો પોતાનું ભવિષ્ય અને સમય બગાડવાનો શુ ફાયફો આવા અનેક રોષ પરીક્ષા કેન્દ્ર ની બહાર જોવામાં આવી રહ્યો છે. ક્યારે જાગશે આ ભ્રષ્ટ સરકાર જેને લોકો ના વિકાસમાં નહિ પણ પોતાના વિકાસમાં જ રસ છે. કરોડો રૂપિયાની ગાડીઓમાં ફરવું છે ને મોજ કરવી છે પ્રજાના રૂપિયે પ્રજાને રાજ્યનું ભલે જે થવું હોય તે થાય…ભારત માતાકી જય

– મિલન કુવાડીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top