You are here
Home > Breaking News > શું છે નવા ઈવીએમની ખાસિયત જાણો

શું છે નવા ઈવીએમની ખાસિયત જાણો

આગામી લોકસભાની ચૂંટણીમાં M-3 ટાઈપના નવા EVMનો ઉપયોગ થશે, શું છે નવા ઈવીએમની ખાસિયત જાણો..

 

આગામી લોકસભાની ચૂંટણીઓમાં નવી ટેકનોલોજીથી સજ્જ થર્ડ જનરેશન વાળા M-3 ટાઈપના ઈવીએમનો ઉપયોગ કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારી કરી દીધી છે. જેમાં રૂ. 1940 કરોડના ખર્ચે નવા ઈવીએમ મશીનો લાવી અગાઉ વર્ષ 2006 પહેલા ખરીદાયેલ એમ-2 ટાઈપના 9,30,430 EVM બદલી દેવામાં આવી રહયાં છે. કારણ કે, અગાઉના ઈવીએમનું આયુષ્ય 15 વર્ષ સુધીનું નિયત કરાયું હતુ.
ઉપરોક્ત પૈકી મહેસાણામાં પણ આગામી લોકસભાની ચૂંટણી માટે M-3 ટાઈપ ઈવીએમના 2400 CU તેમજ 2800 BU ફાળવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુના કરતાં નવા મશીનની સાઈઝ સ્મોલ કરવામાં આવી છે. ઉપરાંત નવા ઈવીએમની વિશેષ ખાસિયત એ છે કે તેને સેલ્ફ ડાયગ્નોસ્ટિક સિસ્ટમથી સજ્જ કરાઈ છે. જેમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવશે તો તે ઓટોમેટીક બંધ થઈ જશે. પરિણામે, આગામી લોકસભાની ચૂંટણીમાં ઈવીએમ ગડબડી બાબતે ઉભા થતાં પ્રશ્નો નહીંવત થઈ જશે.

(જગદીશ રામી, મહેસાણા)

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top