You are here
Home > Breaking News > શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે

શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે

શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે તે વિવાદસ્પદ નિવેદન બાદ સાંસદ મનસુખ વસાવા ની પત્રકાર પરિષદ ના ખુલાશો

મે સમગ્ર ગુજરાતના શિક્ષકો ની નહીં પણ ડેડીયાપાડા ના અમુક જ શિક્ષકો માટે ની વાત કરી હતી
યુવાધન વ્યસન મુક્ત બને તે માટેની મારી લડાઈ ચાલું રહેશે
મનસુખ ભાઈ પોતાના નિવેદન ને વળગી રહ્યા

શિક્ષકો દારૂ પીવે છે અને જુગાર રમે છે



નર્મદા જીલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન વાવડી ગામે ભરુચ ભાજપી સાંસદ મનસુખભાઇ વસાવાએ શિક્ષકોને દારૂડીયા અને જુગારીયા ગણાવ્યા બાદ ઉભા થયેલા વિવાદમાં ખુદ શિક્ષણમંત્રીએ મનસુખભાઇ ને ખોટા ગણાવ્યા હતા .ત્યારે  આજેરાજપીપળા ખાતે  ફરી એક વાર મનસુખભાઇ વસાવા મીડીયા સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા કર્યા છે કે મે માત્ર ડેડીયાપાડા પુરતી જ વાત કરી છે અને આજે પણ કાયમ છુ. ભલે મને શિક્ષણમંત્રી ખોટો ઠેરવે પણ ગુજરાતભરમાથી મને લોકોએ સચો ઠેરવ્યો છે.

સમગ્ર ગુજરાતના શિક્ષકો ની નહીં પણ ડેડીયાપાડા ના અમુક જ50થી 60 શિક્ષકો માટે ની વાત કરી હતી .યુવાધન વ્યસન મુક્ત બને તે માટેની મારી લડાઈ ચાલું રહેશે .મનસુખ ભાઈ પોતાના નિવેદન ને વળગી રહ્યા હતા


ભાજપનાં સાંસદ મનસુખભાઇ વસાવા એ શાળાપ્રવેશોત્સવ નાં પહેલા જ પ્રોગ્રામ માં શિક્ષકો અંગે વિવાદીત નિવેદન આપ્યા બાદ આજે વધુ  એક વાર પ્રેસ કોન્ફન્સ કરીને ખુલાસા કર્યા છે અને જણાવ્યુ છે કે, ભલે મને શિક્ષણ મંત્રીએ  ખોટો ઠેરાવ્યો હોય પણ આખા ગુજરાતમાંથી શુભેચ્છક મિત્રોનાં ફોન આવ્યા છે અને અભિનંદન આપ્યા છે.

સંસદ મનસુખભાઇ વસાવા

શિક્ષણમંત્રીભૂપેન્દ્ર ચુડાસમા એ  ગઇ કાલે જણાવ્યુ હતુ કે જો મનસુખ્ભાઇ પાસે માહીતી હોય તો તેઓ તંત્રને આપે પણ હુ કોઇને સસ્પેંડ નથી કરાવ્વા માંગતો અને કોઈ પણ શિક્ષક પર કર્યવાહી થાય એવું હું નથી ઇચ્છતો અને મે આખા ગુજરાતનાં શિક્ષકોને લૈને આ નિવેદન નથી આપ્યુ પણ માત્ર ડેડીયાપાડા નાં શિક્ષકો આમ કરે છે તેનાજ પર કહ્યુ છે.


બે દીવસ પહેલા સાંસદ ના નિવેદન બાદ સમ્ગ્ર ગુજરાત માં એક નવો જ વિવાદ ઉભો થયો છે અને રાજપીપલાનાં કોંગ્રેસી ધારાસભ્યએ પણ સાંસદને સાચા ઠેરવ્યા અને શિક્ષણ મંત્રી એ ખોટા ઠેરવ્યાનાં વિવાદ વચ્ચે ફરી એક વાર મનસુખભાઇ એ ડેડીયાપાડા નાં શિક્ષકો દારૂ જુગારનાં વ્યસન સાથે જોડાયેલા હોવાનું અને આખા ગુજરાતમાંથી અભિનંદન મળયા હોવાનું સ્પષ્ટ કહ્યુ છે.

રિપોર્ટ :
દીપક જગતાપ , રાજપીપળા

 

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top