You are here
Home > India > Gujarat > Bharuch > વિદેશી દારૂ ભરેલ કારોના કાફલાને કરોડોના મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસની LCB ટીમ દ્વારા ફિલ્મી ઢબે ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ

વિદેશી દારૂ ભરેલ કારોના કાફલાને કરોડોના મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસની LCB ટીમ દ્વારા ફિલ્મી ઢબે ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ

livecrimenews@gmail.com

વિદેશી દારૂ ભરેલ કારોના કાફલાને કરોડોના મુદ્દામાલ સાથે ભરૂચ પોલીસની LCB ટીમ દ્વારા ફિલ્મી ઢબે ઝડપી પાડતી ભરૂચ LCB પોલીસ.

આજ રોજ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેબલ બ્રિજ નજીકથી સવારના સમયે વિદેશી દારૂ ભરેલી 8 લક્ઝુરિયસ કાર સાથે 6 ખેપિયાઓને ઝડપી પડ્યા હતા. જેમા અંદાજીત ૨૫૦ પેટીથી વધુ દારૂનો જથ્થો પકડાયો હતો. પોલીસથી બચવા દારૂ ભરેલી 6 કારની સાથે 2 કાર પાઈલોટિંગ કરતી હતી.

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેદ્રસિંહ ચુડાસમાની સુચનાથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં ૮ જેટલી લક્ઝુરિયસ કાર સહિત ૬ જેટલા આરોપીઓને પણ ઝડપી પડાયા છે. તેમજ અંદાજિત એક કરોડનો મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે મુદ્દામાલ સાથે ઝડપાયેલ ૬ આરોપીમાં પરેશ ઉર્ફે મકો શનાભાઇ ચૌહાણ(ઉ.વર્ષ.૩૬, રહે. એ/૧૩,ગીતાંજલી એપાર્ટમેન્ટ જલારામ મંદિર સામે કારેલીબાગ,વડોદરા), વિકાસ હર્ષદરાય મંડોરા(ઉ.વર્ષ.૩૫, રહે., ૧૨૮, વાડી,ભાટવાડ ટાવર, વડોદરા), કલ્પેશ પ્રમોદભાઇ બારોટ (ઉ.વર્ષ.૩૮, રહે. વાડી, ભાટવાડ, વડોદરા), પ્રદિપ મહેન્દ્રભાઇ ગાંધી(ઉ.વર્ષ.૩૦, રહે. ૫૬૦, ધોળીકુઇ બજાર,ભરૂચ), દિપક નટવર્ભાઇ માછી(ઉ.વર્ષ.૪૫,રહે. રાજપીપળા, મચ્છી માર્કેટ), સુનીલકુમાર પંડરીનાથ દિક્ષિત(ઉ.વર્ષ.૪૧, રહે.પંડયા પોળ, કકલાસી , તા.નડીયાદ)ની અટકાયત કરી છે

LCBએ આ દારૂનો જથ્થો કોનો છે ? ક્યાં થી કયાં લઈ જવાઇ રહ્યો હતો. તેમજ ક્યા બુટલેગરનો છે? તે દિશામાં તપાસ હાથધરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથધરી છે

 

 

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top