You are here
Home > Breaking News > વડોદરા JCI ગ્રુપ દ્વારા ચેરેટી માટે નાટક નું આયોજન થયું.

વડોદરા JCI ગ્રુપ દ્વારા ચેરેટી માટે નાટક નું આયોજન થયું.

JCI, Greater Baroda દ્વારા, કાળઝાળ ગરમીથી કંટાળી ગયેલા વડોદરા વાસીઓ માટે “ચેરીટી વીથ ફન”ના નવતર પ્રયોગ સમાન ગુજરાતી રંગમંચના હાસ્યના દિગ્ગજ કલારત્ન શ્રી સંજય ગોરડિયા દિગ્દર્શિત તથા અભિનિત નાટક ” સુંદર બે બાયડી વાળો”ના શૉનું તારીખ : ૨૬/૦૫/૨૦૧૮, શનિવારના રોજ આયોજન કર્યું હતું. વડોદરાના નવનિર્મિત અને વાતાનુકુલિત “પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ” ખાતે આ શૉ આયોજિત થયો હતો. આ શૉ ગુજરાતી હાસ્ય નાટકની મોજ માણવાની સાથે સાથે સમાજ સેવા માટેના ચેરીટી કાર્યના નિમિત્ત બનવાના વિશિષ્ટ અભિગમ સાથે યોજવામાં આવ્યો હતો.જે એકંદરે સફળ રહ્યો હતો.

હાસ્યની છોળોથી ભરપુર એવા, “સુંદર બે બાયડીવાળો” નાટકના આ શૉના આયોજક “જેસીઆઈ, ગ્રેટર બરોડા” ચેપ્ટરના પ્રેસિડેન્ટ શ્રી રૂપા વસાણી શાહ તેમજ પ્રોજેકટ ચેરપર્સન શ્રીમતી છાયા જનક શાહ એ જણાવ્યું હતું કે, અમને જણાવતાં આનંદ થાય છે કે, આ ચેરીટી શૉના આયોજનથી પ્રાપ્ત થનાર ફંડ, સામાન્યતઃ મહિલાઓમાં થતા સ્તન અને ગર્ભાશયના કેન્સર જેવી ગંભીર બિમારી માટેની ચિકિત્સા તેમજ સારવાર જેવી ઉત્તમ અને ઉમદા સમાજ સેવા માટે અમને ઉપયોગી થશે. આ પ્રસંગે સંસ્થાના આમંત્રિત ભૂતપૂર્વ હોદ્દેદારો, મહાનુભાવો તેમજ સદસ્યો ઉપરાંત વિશેષમાં સુજલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ શ્રી પરેશ શાહ, નેશનલ એન્ટી ક્રાઈમ એન્ડ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ, વડોદરાના પ્રેસિડેન્ટ શ્રી રાહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ નવતર પ્રયોગને સફળ બનાવવામાં અમારી સાથે જેસીઆઈ શ્રીમતી કિર્તી આર્ય, લાયન મેમ્બર્સ શ્રી શૈલેષભાઈ ગાલા, રાજુભાઈ આવતે, તેમજ નેશનલ એન્ટી ક્રાઈમના વડોદરાના ચીફ કો-ઑર્ડીનેટર શ્રી જેનિષ દેસાઈનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું.
.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top