You are here
Home > Breaking News > વડોદરા : રાહુલ ગાંધી… “ગુજરાતકા નયા સંગઠન કૈસા હૈ ?”

વડોદરા : રાહુલ ગાંધી… “ગુજરાતકા નયા સંગઠન કૈસા હૈ ?”

વડોદરા નજીકના સોખડાના કાર્યકર પર રાહુલ ગાંધીનો ફોન આવ્યો રાહુલે પૂછ્યુ… ગુજરાતકા નયા સંગઠન કૈસા હૈ ?

દિલ્હીની જનઆક્રોશ રેલીમાં ભાગ લઇ આવેલા વડોદરા જિલ્લા કોંગ્રેસના એક કાર્યકરને રાહુલ ગાંધીનો થયેલો અનુભવ માત્ર વડોદરા જિલ્લાના જ નહી પણ પ્રદેશના કોંગી આગેવાનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દિલીપ ભટ્ટની ટીમમાં જનઆક્રોશ રેલીમાં ભાગ લેવા દીલ્હી ગયેલા હેમલ પટેલ તા.૧લી મેએ પરત ફર્યો હતો.બપોરે ૧.૩૦ વાગે દિલ્હીથી ફોન આવ્યો હતો અને રાહુલજી બાત કરના ચાહતૈ હૈ..તેમ કહેતા કાર્યકર ચમકી ઉઠયોે હતો.

ફોન પર રાહુલ ગાંધીએ હેમલ સાથે વાત કરી હતી અને ખબર અંતર પૂછ્યા હતા.લગભગ દોઢ મિનિટ સુધી તેમણે વાતચીત કરી હતી અને ગુજરાત કા સંગઠન કૈસા હૈ ? તેમ પૂછતા હેમલે કહ્યુ હતુ કે,ગુજરાતમેં અચ્છા હૈ..લેકીન બડૌદા ડિસ્ટ્રિક્ટમેં કુછ ભી ઠીક નહીં હૈ, ઔર કોઇ કૌ-ઓર્ડિનેશન નહીં હૈ.રાહુલ ગાંધીએ અચ્છા દેખ લેતે હૈ…તેવો જવાબ આપ્યો હતો અને કાર્યકરનો દિલ્હીના કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર માન્યો હતો.

આ બનાવ બાદ બીજે દિવસે ગુજરાત કોંગ્રેસના પ્રભારીનો ફોન આવ્યો હતો અને ત્યારબાદ તુર્તજ પ્રદેશ પ્રમુખનો કાર્યકર પર ફોન આવ્યો હતો અને સંગઠન બાબતે ચર્ચા કરી હતી.

ઉલેખન્ય છે કે… શ્રી નરેન્દ્રભાઈ મોદી એ… ઇલેક્શન પહેલા સ્ટે્‌સનરી વાળા ને ફોન કર્યો હતો…

વડોદરા
વિશાલ ચવ્હાણ

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top