You are here
Home > Breaking News > વડોદરામાં ૧૫ દિવસમાં શહેરની છ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ એકાઉન્ટ હેક થયા

વડોદરામાં ૧૫ દિવસમાં શહેરની છ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ એકાઉન્ટ હેક થયા

વડોદરામાં ૧૫ દિવસમાં શહેરની છ યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ એકાઉન્ટ હેક થયા

આજના યુવાનોને  સોશિયલ મીડિયામાં ઓનલાઈન  રહેવું વધારે પસંદ છે. એમાય વ્હોટઅપ, ફેસબુક સહીતના નવા-નવા સોશિયલ મીડિયાના માધ્યમો પર મિત્રો ને પરિચિતો સાથે ચેટીંગ કરવાનું ગમે છે. તેમની આજ બાબતનો લાભ હેકર્સ ઉઠાવી રહ્યા છે. હેકર્સ ફેસબુક અને વ્હોટઅપ બાદ ઇન્ટાગ્રામ એકાઉન્ટ ધારકોને ગર્લ્સ ના નામે ડમી ફોટા મોકલીને ફ્રેન્ડશીપની રીક્વેસ્ટ મોકલે છે.  જેમાં તેઓ પરિચિત ગર્લ્સના જ ડીપીનો ફોટો લઈને ડમી એકાઉન્ટ ખોલીને યુવક અને યુવતીની સાથે દોસ્તી કરે છે. ઘણાં કિસ્સામાં તો ફેક એકાઉન્ટ ખોલનાર યુવતીની પર્સનલ-ખાનગી વાતો જાણી ને બ્લેકમેલ કરે છે.

વડોદરા શહેરમાં પણ આવી ઘટનાઓ વધી રહી છે. શહેરમાં છેલ્લા 15 દિવસમાં છ જેટલી યુવતીઓના ઇન્ટાગ્રામ એકાઉન્ટ્સને હેકર્સે હેક કર્યા છે. હેકર્સે માત્ર એકાઉન્ટ્સ હેક નહીં પરંતુ યુવતીઓના ઓરિજિનલ એકાઉન્ટ્સમાંથી હેકીંગ ટુલ્સ વડે પ્રોફાઇલ પિક્ચર્સ અને પર્સનલ પિક્ચર્સને ડાઉનલોડ કર્યા છે. એટલું નહીં પણ યુવતીઓના નામે ડમી એકાઉન્ટ્સ ક્રિએટ કર્યા બાદ યુવતીઓના જ મિત્રો તથા સંબંધીઓને તેમના નામે નવેસરથી રિકવેસ્ટ મોકલીને મિત્રો બનાવી રહ્યા છે. જેમાં એક-બે યુવતીને તો અશ્લીલ ફોટોવાળી રિકવેસ્ટ મોકલવામાં આવતાં જ યુવતીને તેમનાં માતા-પિતા ચોંકી ઉઠયા હતા. પોતાના  હેક થયેલા ઇન્ટાગ્રામ એકાઉન્ટ્સ અંગે યુવતીઓ  શહેરના એંથીકલ હેકર્સની મદદ લઇને પોતાના એકાઉન્ટ્સ પરત મેળવવાની કવાયત હાથ ધરી છે.

  હેકીંગ ટુલ્સ વડે હેકર્સ પ્રોફાઇલ પિક્ચર્સ ને અંગત માહિતી ચોરી રહ્યા છે

 

ગુગલ પ્લે પર મળતી હેકીંગ ટુલ્સની એપ્લીકેશન વડે ઇન્ટાગ્રામને હેક કરીને તેના જેવું જ ડમી એકાઉન્ટ્સ ક્રીએટ કરે છે. પછી તેમના એકાઉન્ટ્સમાંથી પ્રોફાઇલ પીક અને પોસ્ટ કરેલા ફોટા હેકરે હેકીંગ ટુલ્સ વડે મેળવી લઈને યુવતી ના નામે જ તેમના જ મિત્રોને રીકવેસ્ટ મોકલીને વ્યકિતગત બાબતો જાણી લે છે. ઘણાં કિસ્સમાં તો તેની માહિતીનો દુરુપયોગ કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે યુવતીને જાણ થતાજ તેઓ મારી પાસે દોડી આવ્યા હતા. છ પૈકી ત્રણ જેટલી યુવતીઓના એકાઉન્ટ્સ અમે પરત મેળવી આવ્યા છે. બીજા ત્રણ એકાઉન્ટ્સને પરત મેળવવાની કામગીરી ચાલી રહી છે.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top