You are here
Home > India > Gujarat > Bhavnagar > લોકોની જાગૃતતાના કારણે કિન્નરના વેશમાં આવેલ બે ઈસમોનો ભાંડો ફૂટી ગયો

લોકોની જાગૃતતાના કારણે કિન્નરના વેશમાં આવેલ બે ઈસમોનો ભાંડો ફૂટી ગયો

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના લાકડિયા ગામે આજે બે અજાણ્યા ઇસમો કિન્નર ના વેશે ગામ માં પ્રવેશી રહ્યા હતા ત્યારે જાગૃત યુવકોના કારણે અ બન્ને ઈસમોનો ભાંડો ફૂટ્યો હતો, જો કે અ બન્ને ઇસમો લોકોના રોષનો ભોગ બને તે પહેલા ભાગવામાં સફળ રહ્યા હતા,પરંતુ તેઓ તેના કપડા તેમજ મેકપ નો સમાન ત્યાં જ મુકીને ભાગ્યા હતા,આ અંગે ગામલોકો દ્વારા પોલીસને જાણ કરવા છતાં કલાકો સુધી પોલીસ ત્યાં ફરકી નથી.

 

હાલ સોશ્યલ મીડિયામાં બાળકો ઉપાડી જતી ગેંગ સક્રિય થઇ હોવાના મેસેજને લઈને લોકો ખુબજ એલર્ટ થઇ ગયા છે, પરંતુ ક્યારેક આવા લોકોના રોષનો ભોગ નિર્દોષ લોકો બની જાય છે તેના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, પરંતુ અહી વાત એવી છે કે લોકોની જાગૃતતાના કારણે કિન્નરના વેશમાં આવેલ બે ઈસમોનો ભાંડો ફૂટી ગયો હતો, જો કે લોકોના ઓશનો ભોગ બને તે પહેલા આ બન્ને ઇસમો ભાગવામાં સગલ રહ્યા હતા. ભાવનગરના તળાજા તાલુકાના લાકડિયા ગામે આજે બાઈક લઈને કિન્નર ના વેશમાં બે ઇસમો આવ્યા હતા અને ગામમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે ગામના કેટલાક જાગૃત યુવકોએ તેમને અટકાવી અને તપાસ કરતા તેઓ ખરેખર કિન્નર ના હતા પરંતુ લેડીઝ કપડા પહેરીને ગામમાં જઈ રહ્યા હતા, જો કે જોતજોતામાં ગામલોકો એકઠા થઇ જતા અ બને ઇસમોએ કોઈ સ્પે જેવી વસ્તુ કાઢી લોકોને ડરાવી અને બાઈક લઈને ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા પરંતુ તેઓ તેના કપડા, મેકપ નો સમાન મોબાઈલ સહિતની વસ્તુઓ ત્યાં જ મુકીને ભાગવું પડ્યું હતું, આ સમગ્ર ઘટના અંગે ગામના જાગૃત નાગરિક અને રજા પર આવેલ આર્મીમેને પોલીસને જાણ કરી હતી જો કે કલાકો સુધી પોલીસ ત્યાં ફરકી ના હતી,

 

બાઈટ-મયુરસિંહ ગોહિલ-આર્મીમેન

બાઈટ-હિતેન્દ્રસિંહ ગોહિલ-સ્થાનિક

જો કે ગામના લોકોની જાગૃતતા ના કારણે આ બન્ને ઇસમો કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ભાગી ગયા હતા, પરંતુ જો તેઓ ભાગી ના શક્ય હોત તો કોઈ ગુના ને અંજામ આપ્યો હોત અથવા લોકોના રોષનો ભોગ બનવો પડ્યો હોત.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top