You are here
Home > Breaking News > લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું

લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું

લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને  ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું
રાજપીપળા:,તા૨3
9.5 વર્ષ પહેલા ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ રાજપીપળા ની જનતાને ઘરેલુ ગેસ પાઇપલાઇન આપવા ની જાહેરાતનુ વચન પાળવાનું વિસરી ગયેલ ભાજપ ની સરકાર ને લોકસભા ની ચૂંટણી ટાણે જનતાને  ગેસ આપવનું અચાનક કેમ યાદ આવ્યું ?!!- ચર્ચાતો પ્રશ્ન 
રાજપીપળા ખાતે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે સીટી ગેસ ડીસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટનો શિલાન્યાસ કાર્યક્રમ મા પાંખી હાજરી .
   ખાલીખમ ખુરશી ઓ વચ્ચે  ભાજપાના મોટા નેતા , આગેવાનો અને આમ જનતાની ગેરહાજરી સૂચક બની .
9.5 વર્ષ પહેલા ગુજરાત ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ રાજપીપળા ની જનતાને ઘરેલુ ગેસ પાઇપલાઇન આપવા ની જાહેરાતનુ વચન પાળવાનું વિસરી ગયેલી ભાજપ ની સરકાર ને લોકસભા ની ચૂંટણી ટાણે જનતા ને ગેસ આપવાનું અચાનક યાદ આવી ગયું છે .
આજ્થી સાડા નવ વર્ષ પહેલા રાજપીપળા ખાતે 14ઓગષ્ટ 2009ના રોજ તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજપીપળા ની જનતા ને ઘરેલુ ગેસ આપવાની જોર શોર થી જાહેરાત કરી હતી .ત્યારે રાજપીપળાની પ્રજા રાજીના રેડ થઇ ગઈ હતી . પ્રજા મોદી રાજમા રાજપીપળા મા અચ્છે દિન આવ્યા ના ઓવારણાં લેતી રહી .મોદીજી પાંચ વર્ષ મુખ્યમંત્રી રહયા છતા સરકાર ના કોઇ પણ મંત્રી કે નર્મદાના એક પણ  નેતાને ઘરેલુ ગેસ લોકોના  ઘરોમાં ક્યારે આવશે તેની કોઇ નેતાએ ન તો યાદ અપાવી કે કોઇ એ કૌવત દાખવ્યું .મોદીજી મુખ્યમંત્રીમાથી વડા પ્રધાન બની ગયા ત્યારે રાજપીપળા ની ભોળી પ્રજા પાછી ભરમાઈ ગઈ અને ફરી એક વાર એક નવી આશાનુ કિરણ ફૂટ્યું કે ફરી અચ્છે દિન આવશે . એવી આશાએ બીજા સાડા ચાર વર્ષ ખેંચી નાંખ્યા .આમ મુખ્યમંત્રી થી  વડા પ્રધાન સુધી ની 9.5વર્ષ ની સફર મા ન તો કોઇ ગેસ ની પાઇપ લાઇન રાજપીપળા મા આવી કે ન તો કોઇ ના ઘર મા ગેસ નસીબ ના થયો .ઊલટાના વડાપ્રધાને આમ જનતાને ગરીબોને ગેસ સસ્તો ગેસ મળી રહે તેં માટે ની સબસીડી છોડવા જનતાને અપીલ કરી તો ફરી એક વાર જનતાએ સબસીડી પણ છોડી પણ પણ પ્રજાના નસીબ મા ગેસ ન આવ્યો . આમ સાડા નવ વર્ષ સુધી પ્રજા ગેસ ની રાહ જોતીરહી .પણ પ્રજા ના ઘરોં મા ગેસ ની પાઇપ લાઇનમાં દર્શન તો ના જ થયાં .પ્રજા ની બૂમોઅને રોષ  વધતા ગયા .ઠાલા વચનો મા ભોળવાઈ ગયેલી જનતા છેતરાયા ની લાગણી અનુભવતી રહી .આશ્ચર્યની વાત તો એ હતી કે 9.5વર્ષ મા ગુજરાત મા ભાજપા ની સરકાર હતી .આનંદીબેન થી માંડી ને વિજય રૂપાણી બબ્બે મુખ્ય મંત્રી ના રાજ મા ગુજરાત સરકારના  એક પણ મંત્રીએ રાજપીપળા ની જનતા ને ગેસ આપવાની વાત ન  કરી કે નર્મદાના જ ભાજપાના મંત્રીઓ , ધારાસભ્યોએ પ્રજાને આપેલા ગેસ ના વચનો સરકાર ને યાદ ના અપાવ્યા ?
હવે વહેલો મોડો પણ ગેસ તો મળશે જ પણ જે રીતે રાજપીપળા ની જનતા ને ચૂંટણી લક્ષી ગેસનુ લોલીપોપ ચૂંટણી ટાણે 9.5 વર્ષ પછી પ્રજાને પક્ડાવ્યુ છે તેં રાજપીપળા ની જનતાને હજમ નથી થયું.હવે 2019મા લોકસભા ની ચૂંટણી ને માંડ 6 મહિના જેવો સમય બચ્યો છે ત્યારે અચાનક ભાજપા સરકાર રાજપીપળા ની જનતા પર વારી ગઈ છે ત્યારે ખુદ પ્રજાને પણ આશ્ચર્ય જરૂર થયું છે . 
ભાષણો થઇ રહયા હતા ત્યારે આમ જનતા મા ગણગણાટ શરૂ થઇ ગયો હતો કે ગેસ આપવાની જાહેરાત ને 10વર્ષ થવા આવ્યા ,  આજે શિલાન્યાસ તો કર્યો છે પણ ગેસ આપણા ઘરમા આવતા બીજા કેટલા વર્ષ નીકળી જશે ?એ પ્રશ્ન હવે છેડેચોક આમ જનતા મા ચર્ચાવા લાગ્યો છે .જ્યારે પ્રજા ને આપેલા વચનો પાળવા મા સરકાર કે નેતાઓ નિષ્ફળ જાય છેત્યારે  નેતાને કે સરકારને તેના માઠા પરિણામો પણ ભોગવવા પડતા હોય છે .ત્યારે હવે પ્રજા નક્કી કરશે કે વચનો પાળવા મા વિલંબ કરતી સરકાર સામે કેવો જવાબ આપવો  ? કહેવાની જરૂર નથી કારણકે યે પબ્લિક હે સબ જાનતી હે …
જોકે આ કાર્યક્રમ મા ખુરશી ઓ ખાલીખમ નજરે પડતી હતી તો કૉંગ્રેસ ના નાંદોદ ના ધારાસભ્ય ની ગેરહાજરી સૂચક બની હતી .ભાજપાના મોટા હોદ્દેદારો , આગેવાનો , કાર્યકરો ની ગેરહાજરીપણ  સૂચક બની હતી .એટલુંજ નહીં નગરપાલિકા ના પ્રમુખ ને પણ મંચ પર સ્થાન આપવા મા આવ્યું નહોતું .મંચ પર માત્ર રૂપાલા .સાંસદ મનસુખ વસાવા અને ગુજરાત ગેસ ના નીતિન પાટિલ હાજર હતા .જ્યારે મોટા ભાગના સ્થાનિક અધિકારી ઓ પણ દેખાયા નહોતા .પ્રજાને સરકારી કાર્યક્રમો મા ઝાઝો રસ નથી એ સ્પષ્ટ જણાઈ આવતું હતું .
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top