You are here
Home > Breaking News > રાજપીપળા ખાતે વિશ્વઆદિવાસી દિનની ઉજવણીમા ધારાસભ્યની બાદબાકી થતા વિવાદ

રાજપીપળા ખાતે વિશ્વઆદિવાસી દિનની ઉજવણીમા ધારાસભ્યની બાદબાકી થતા વિવાદ

રાજપીપળા ખાતે વિશ્વઆદિવાસી દિનની ઉજવણીમા ધારાસભ્યની બાદબાકી થતા વિવાદ

રાજપીપળા :

રાજપીપળા ખાતેવિશ્વઆદિવાસી દિનની ઉજવણી મા સહકાર મંત્રીના સરકારી કાર્યક્રમ મા નાંદોદ ના ધારાસભ્ય પી ડી વસાવા નુ નામઆમંત્રણ પત્રિકા માથી કાપી નાંખી ને તેમની બાદબાકી કરતા ધારાસભ્ય પી ડી વસાવાએ કાર્યકમ નો બહિષ્કાર કરાતા રાજકીય વિવાદ છેડાયો હતો

વિશ્વઆદિવાસી દિન તરીકે દેશ ભરમાં ઉજવવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાત ભરમાં ઠેર ઠેર અધિકારી અને પદ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે નર્મદા જિલ્લા માં આજ રીતે આદિવાસી દિન ની ઉજવણી કરવામાં આવી પરંતુ તંત્ર દ્વારા જે આમંત્રણ પ્રતિકા છાપવામાં આવીહતી તેમા ધારાસભ્યો ના નામો જ કાપી નાંખવામાં આવ્યા હતા જેનો વિવાદ થયો હતો .નર્મદા જિલ્લો 80 ટકા આદિવાસી જિલ્લો છે જેને કારણે બે વિધાન સભા ના ધારાસભ્ય પણ એસટી (આદિવાસી ) છે ચાલુ વર્ષે નર્મદા ના બન્ને જિલ્લા માં કોંગ્રેસ ના ધારાસભ્ય ચૂંટાયાહતા . આજે આદિવસી દિન ની ઉજવણી માં બન્ને વિધાનસભા ના ધારાસભ્ય નું નામ આમંત્રણ પ્રતિકા માં ન ઉમેરાતા નાંદોદ ધારાસભ્ય નારાજ થયાહતા અનેતેમણે જણાવ્યું હતું કે આજે જિલ્લા માં જે કાર્યક્રમ કરવા આવ્યો તે ભાજપ નો કાર્યક્રમ હોય એમ લાગી રહ્યું છે. પ્રોટોકોલ મુજબ વિધાનસભા ના ધારાસભ્ય નુજ નામ જાણીજોઈને કાપી નાખવામાં આવ્યું છે એમ જણાવતા ત્યારે ભાજપના મંત્રી ઈશ્વર પટેલે ધારાસભ્ય ના નારાજગી માં સામે જવાબ આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સરકારી છે .અને જો કોઈ દુઃખ થયું હોઈ તો તેમને એક હું એમનો દીકરા તરીકે યાદ કરૂ છું .એમણે આવવું જોઈએ અને મન મોટો રાખવું જોઈએ એમ જણાવતા રાજકીય વિવાદ સર્જાયો હતો .

રિપોર્ટ :
દીપક જગતાપ , રાજપીપળા

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top