You are here
Home > Breaking News > રાજનીતિના એક યુગનો અંત: ભારત રત્ન અટલજીનું 93 વર્ષની વયે નિધન

રાજનીતિના એક યુગનો અંત: ભારત રત્ન અટલજીનું 93 વર્ષની વયે નિધન

રાજનીતિના એક યુગનો અંત: ભારત રત્ન અટલજીનું 93 વર્ષની વયે નિધન

– રાજકારણ ભૂલી તમામ નેતાઓ હોસ્પિટલ પોહચ્યા, અટલજીની તસવીર છેલ્લીવાર 2015માં ત્યારે સામે આવી હતી, જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમને ભારત રત્ન આપ્યો હતો

– અટલજીએ 13 વર્ષ પહેલા સક્રિય રાજકારણમાંથી લીધો હતો સંન્યાસ, મુંબઈની રેલીમાં કરી હતી જાહેરાત

– ભારત રત્ન અને ત્રણ વખત વડાપ્રધાન રહેલાં અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. બે મહિનાથી તેઓ AIIMSમાં દાખલ હતા. વાજપેયીજી છેલ્લાં 9 વર્ષથી બીમાર હતા. લગભગ ઘરમાં બંધ વાજપેયીજી કોઈની સાથે વાત પણ કરતાં ન હતા. જેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચુપ થઈ જતા હતા, તે સરસ્વતી પુત્ર આજે કાયમ માટે મૌન થઈ ગયાં છે. અટલજીને યૂરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેકશન પછી 11 જૂને AIIMSમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની માત્ર એક જ કિડની કામ કરતી હતી. 30 વર્ષથી અટલજીના અંગત ફિઝિશિયન ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ AIIMSમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે AIIMS દ્વારા જાહેર કરાયેલાં મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે અટલજીની તબિયત છેલ્લાં 24 કલાકમાં ઘણી જ બગડી ગઈ. તેઓને લાઈફ સપોર્ટ સિસ્મટ પર રાખવામાં આવ્યા હતા. ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં બુલેટિનમાં AIIMSએ કહ્યું કે અટલજીની સ્થિતિમાં કોઈ જ સુધારો નથી.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top