You are here
Home > Breaking News > * રંઘોળા નજીક થયેલ ગમખ્વાર અકસ્માતના ટ્રક ડ્રાઈવરને ગણતરીના કલાકોમા જ ઝડપી પાડતી મહુવા ડીવીઝન સ્કૉડ*

* રંઘોળા નજીક થયેલ ગમખ્વાર અકસ્માતના ટ્રક ડ્રાઈવરને ગણતરીના કલાકોમા જ ઝડપી પાડતી મહુવા ડીવીઝન સ્કૉડ*

livecrimenews@gmail.com

 

*ભાવનગર નગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે મહુવા ડીવીઝનના (I/C) Dysp શ્રી ડી.ડી ચૌધરી સાહેબને તાજેતરમાં ભાવનગરના રંઘોળા નજીક થયેલ અકસ્માત અનુસંધાને સુલેહ – શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર જરુરી પ્રેટ્રોલિંગ રાખવા તેમજ ટ્રક ડ્રાઈવરની વોચમા રહેવા આપેલ સુચના અનવ્યે મહુવા ડીવીઝન સ્કૉડના અધિકારીનાં માર્ગદર્શન હેડળ પો.સ.ઈ શ્રી તથા સાથેના સ્કૉડના પો. માણસો મહુવા ડીવીઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન સાથેના પો.કો જયરાજસિંહ રાજેન્દ્રસિંહનાઓને તેમના વિશ્વાસુ બાતમીદાર દ્વારા રંઘોળા નજીક થયેલ અકસ્માતનો ટ્રક ડ્રાઈવર ક્યાં છૂપાયો છે તે અંગે બાતમી મળતા બાતમી આધારે કોંજળી ગામ (તા – મહુવા ) આવતા *ઉમરાળા પો.સ્ટે I – ગુ.ર.ન ૦૧૫\૨૦૧૮ .ઈ.પી.સી કલમ ૩૦૪ (અ) ૨૭૯ વિગરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી નામે નિતીનભાઇ લાલજીભાઇ વાઘેલા, ઉ.વ – ૨૮, રહે – અનિડા* નો બાતમીદારે જણાવેલ જગ્યાએ હાજર હોય તેને પકડી પાડી તેના પર કાયદેસર કાર્યવાહી કરેલ છે.

મજકૂર ઈસમની પૂછપરછ કરતા પોતાને ઉપરોક્ત ગુનામાં પકડવાનો બાકી હોવાની કબુલાત કરેલ છે.

આમ મહુવા ડિવીઝન સ્કૉડએ રંઘોળા નજીક બનેલ બહુ ચર્ચિત અને ગોઝારા અકસ્માતના ટ્રક ડ્રાઈવરના ચાલકને પકડી પાડવામા સફળતા મેળવી પ્રશંષનિય કામગીરી કરેલ છે.

આ સમગ્ર કામગીરીમાં મહુવા ડીવીઝન સ્કૉડના અધિકારી તથા પો.કો જયરાજસિંહ રાજેન્દ્રસિંહ, પોકો અરવિંદભાઈ ધરમશીભાઈ, પો.કો ગીરીરાજસિંહ ઝાલા

પો.કો પોપટભાઈ વેલાભાઈ વિગેરે સ્ટાફના પોલીસ માણસો જોડાયા હતા.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top