You are here
Home > Breaking News > મહિલા આઈ. ટી. આઈ. ખાતે બીજા દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમ યોજાયો

મહિલા આઈ. ટી. આઈ. ખાતે બીજા દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમ યોજાયો

મહિલા આઈ. ટી. આઈ. ખાતે તા. ૦૯ ના રોજ બીજા દિવસે મહાનુભાવોની ઉપસ્થિતિમાં બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમ યોજાયો.

આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે સૌપ્રથમ વાર બ્યુટીપાર્લર અને ગારમેન્ટ ટ્રેડ દ્વારા “બ્યુટી & ફેશન ફ્લેશ-૨૦૧૮” કાર્યક્રમનું આયોજન તા.08/02/2018 અને તા.09/02/2018 ના રોજ આઈ.ટી.આઈ. (મહિલા) ભાવનગર, આઈ.ટી.આઈ. કેમ્પસ,બીપીટીઆઈ પાછળ, વિદ્યાનગર, ભાવનગર ખાતે કરેલ છે, આજે કાર્યક્રમનો બીજો દિવસ હતો, જેમાં કાર્યક્રમના મુખ્ય-અતિથી તરીકે ભાવનગર શહેરના મેયરશ્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહેલ, તેમની સાથે શ્રી દિવ્યાબેન વ્યાસ (પ્રમુખ, મહિલા મોરચો,ભાવનગર શહેર, ભાજપ), શ્રી પ્રભાબેન પટેલ (સભ્યશ્રી બાળ કલ્યાણ વિભાગ, ગાંધીનગર) તથા તમામ નગરસેવિકાઓ, ભાવનગર શહેર, મદદનીશ નિયામકશ્રી (રોજગાર) શ્રી એસ.પી.ગોહિલ અને નાયબ વડા, યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર, ભાવનગર શ્રી એન.જે.દવે તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેલ,ત્યારબાદ કાર્યક્રમમાં મેયરશ્રી દ્વારાબેઝીક કોસ્મેટોલોજી (બ્યુટી-પાર્લર) ટ્રેડના મહિલા તાલીમાર્થીનીઓ દ્વારા લાઇવ બ્યુટી ટ્રીટમેન્ટ જેમકે ફેશિયલ, આઇબ્રો, થ્રેડીંગ, વેક્સિંગ, હેડ-મસાજ, હેર-કટિંગ, બ્લો-ડ્રાઇંગ, હેર-સ્પા વગેરે રાહતદરે કરી આપવામાં આવેલ પ્રવુતિનું નિરીક્ષ્ણ કરેલ,અને બ્યુટી-પાર્લર ટ્રેડની તાલીમાર્થીનીઓ દ્વારા બનાવેલ આયુર્વેદિક હર્બલ કોસ્મેટીક પ્રોડક્ટ, પ્રોજેકટ અને મોડેલ નિહાળી તાલીમાર્થીનીઓને પ્રોત્સાહિત કરેલ, મુક-બધિર તાલીમાર્થીની પાસે ટેમ્પરરી-ટેટુ કરાવી મેયરશ્રીએ તેમણે આગળ વધવાના આશીર્વાદ આપેલ હતા. આ ઉપરાંત કોમ્પ્યુટર એડેડ ડ્રેસ મેકિંગઅને ફેશન ડિઝાઇન ટેક્નોલૉજીટ્રેડના તાલીમાર્થીનીઓએ તૈયાર કરેલા પંજાબી ડ્રેસ,કુર્તી, ચણિયા-ચોળી તથા વેસ્ટર્ન-વેરનિહાળી મેયરશ્રી તથા તમામ નગરસેવિકાઓ દ્વારા ગારમેન્ટ ટ્રેડના તાલીમાર્થીનીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવેલ,અને જેના આગામી દિવસોમાં તે માટેના ઓર્ડર પણ સંસ્થા ખાતે લેવામાં આવશે,આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના બહેનો-માતાઓ,ખીમચંદ લક્ષ્મીચંદ બેહરા-મુંગા શાળા, અન્ય સ્કુલ-કોલેજના વિધાર્થીઓ,અને સ્ટાફ દ્વારા સંસ્થાની મુલાકાત લીધેલ હતી.

આ કાર્યક્ર્મનું આયોજન સંસ્થાના આચાર્યશ્રી મનોજભાઇ ચાંદલીયા,ઇન્ચાર્જ ફોરમેનશ્રી ભાવનાબેન પંડ્યા તથા સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર- ગારમેન્ટ શ્રી જીગ્નાબેન પટેલ,શ્રી ધારાબેન યુ. શુકલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર- બેઝીક કોસ્મેટોલોજી તથા મહિલા આઈ.ટી.આઈભાવનગરના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ છે.

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top