You are here
Home > Breaking News > મધ્ય પ્રદેશ ના ઉપરવાસ માં સારો વરસાદ થવા થીસરદાર સરોવર નર્મદા ડેમની  સપાટી માં વધારો

મધ્ય પ્રદેશ ના ઉપરવાસ માં સારો વરસાદ થવા થીસરદાર સરોવર નર્મદા ડેમની  સપાટી માં વધારો

મધ્ય પ્રદેશ ના ઉપરવાસ માં સારો વરસાદ થવા થીસરદાર સરોવર નર્મદા ડેમની  સપાટી માં વધારો
ઉપરવાસ માંથી 30000 ક્યુસેક પાણી ની આવક
4 દિવસ માં ડેમ 5 મીટર નો વધારો
હાલ ની ડેમ ની સપાટી 115.05 મીટર પર પહોંચી
રાજપીપળા :
જળસંકટ વચ્ચે વિવાદમાં આવેલ ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમના માં છેલ્લા 4 દિવસ થી ડેમ ની સપાટી માં સતત વધારો નોંધાતા ખેડૂતો અને સરકાર બંને ની ચિંતા ટળી છે ત્યારે નર્મદા બંધ ફરી એક વાર એક વર્ષ માટે રાજ્યને પીવાનું અને સિંચાઈનું પૂરું પાડવા સક્ષમ બન્યો છે.
નર્મદા ડેમ ના કેચમેન્ટ એરિયામાં છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદ નોંધાયો જેને લઈને ઉપરવાસમાંથી 2.25 લાખ ક્યૂસેક પાણી આવ્યું હતું જેેનેે લઈને 5 મીટર સપાટી વધી હાલ 409 ક્યુબીક મીટર સંગ્રહ  થયો છે એટલે હાલ પાણી ની  સપાટી 115.05મીટર થઈ છે.પ્રતિ કલાકે 3 સે.મી. નો વધારો નોંધાય રહ્યો છે . પાણીની આવક હજુ પણ 30000કયુુુસેક થઈ રહી છે. એટલે આવક  બમણી થઈ રહી હોય સરકાર અને ખેડૂતોની ચિંતા ટળી છે. કેનાલ હેડ પાવર હાઉસ હાલ એક યુનિટ ચાલુ છે અને બીજા યુનિટો ચાલુ કરવા તેમજ બંધ રિવારબેડ પાવર હાઉસ પણ ચાલુ કરશે એવા એંધાણ વર્તાઈ રહયા છે. 
ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદા ડેમમા પાણીની આવકમાં વધારો થતા ગુજરાત સરકાર માટે સારા રાહતના સમાચાર છે .મધ્યપ્રદેશ ના ઉપરવાસ મા સારો વરસાદ થતા ઉપરવાસ માંથી 24226 ક્યુસેક પાણી ની આવકથઇ છે .જેને કારણે છેલ્લા4 દિવસ માં ડેમની સપાટી મા  5 મીટર નો વધારો થયો છે .
ડેમ સૂત્રો ના જણાવ્યા અનુસાર ગુજરાત ને સિંચાઈ અને પીવાનું પાણી 1 વર્ષ સુધી પૂરું પાડવા માટે સક્ષમછે .હાલ ડેમ માં 459.56 MCM લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થોછે . હાલ ડેમ નું જળસંકટ દૂર થતાં સરકારમાટે  રાહતના સમાચાર છે
રિપોર્ટ :
જ્યોતિ  જગતાપ , રાજપીપળા
livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top