You are here
Home > Breaking News > ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માતા અને બાળકો માટે મહત્વની કામગીરી કરી તેમનું સ્વાસ્થ્ય જાળવવાના ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે

ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માતા અને બાળકો માટે મહત્વની કામગીરી કરી તેમનું સ્વાસ્થ્ય જાળવવાના ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે

ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માતા અને બાળકો માટે મહત્વની કામગીરી કરી તેમનું સ્વાસ્થ્ય જાળવવાના ઉમદા પ્રયાસો થઈ રહ્યા છે

ભાવનગર;શનિવાર; મમતા અભિયાનઃ-એક દશકના વધારે અભ્યાસથી જોવા મળેલ છે કે, થોડા વધુ પગલા લેવાથી માતાને પ્રસુતી દરમ્યાન થતાં જોખમો નિવારી શકાય છે.જો માતા મરણ અટકાવવું હોય તો પ્રસુતા માતાને પ્રસુતી દરમ્યાન,બાળક જન્મતી વખતે તથા પ્રસુતી પછી સંપૂર્ણ અને સમયસર સારવાર મળવી જોઈએ. લોહીની તપાસ, પેશાબની તપાસ વગેરે થવી ખુબ જરૂરી છે જેથી ભવિષ્યના જોખમને અટકાવી શકાય. અને એટલા માટે જ મમતા દીવસે આવી સેવાઓ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિનામુલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા “મમતા અભિયાન” ચલાવવામાં આવે છે આ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા માતાને વહેલામાં વહેલા શોધવામાં આવે અને સમયાંતરે આરોગ્ય તપાસણી કરીને ધનુરના ઇન્જેકશન આપવા, લોહતત્વની દવાઓ કેલ્શીયમ યુકત દવાઓ આપવી, પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે કસ્તુરબાપોષણ સહાય અંતર્ગત વહેલા નોંધણી કરાવનાર બી.પી.એલ. કુટુંબની માતાને રૂપિયા ૨૦૦૦/- બે હજાર સહાય આપવમાં આવે છે. નિયમિત મમતા દિવસ ઉપર તપાસણી કરવામાં આવે છે અને આરોગ્ય તથા પોષણ બાબતે દરેક ગામમાં બુધવારના દિવસે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ સગર્ભા પૈકી જોખમી સગર્ભા બહેનોની અલગથી નોંધ રાખીને તમામ આરોગ્ય સેવાઓ પ્રા.આ.કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ દરેક સ્તરે આ સેવાઓ નિશુલ્ક પુરી પાડવામાં આવે છે. લેબોરેટરીઃ-સગર્ભાવસ્‍થા દરમ્‍યાન માતા અને બાળકની તંદુરસ્‍તી જળવાઇ રહે તે માટે પેટા આરોગ્‍ય કેન્‍દ્ર તથા મમતા દિવસ કક્ષાએ મુખ્‍યમંત્રી નિ:શુલ્‍ક નિદાન યોજના અંતર્ગત તમામ લેબોરેટરી ટેસ્ટ ફ્રીમાં ચકાસણી કરી આપવામાં આવે છે. ૧૦૮ ની સુવિધાઓ – તેમજ ખિલખિલાટઃ-


!! ૧૦૮ !! ની સુવિધાઓ અંતર્ગત જોખમી માતાને તેમજ તમામ ડિલીવરી પર બહેનોને સરકારી / ખાનગી આરોગ્‍ય સંસ્‍થાઓ ખાતે ડીલીવરી કરાવવા માટે ફ્રી માં રીફર કરવાની વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવેલ છે.
તેમજ ડીલીવરી થયા પછી આ બહેનોને ધેર પરત મોકલવા માટે ખિલખિલાટ વાનની વ્‍યવસ્‍થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે.દરેક બી.પી.એલ. માતાને સરકારી સંસ્‍થામાં / ચીરંજીવી હોસ્‍પીટલ માં ડીલીવરી થવા બાબતે કસ્‍તુરબા પોષણ સહાયનો બીજો હપ્‍તો રૂા. ર૦૦૦/- ચુકવવામાં આવે છે.


કુપોષણઃ-
કુપોષણ ન થાય તે માટે RMNCH+A કાર્યક્રમ દ્વારા જીવનચક્ર અભિગમ અપનાવવામા આવે છે. તેમાં દરેક લાઇફ સ્‍ટેજ જેવાં કે ૧પ થી ૪૯ વર્ષની સ્‍ત્રી , સગર્ભા માતા નવજાત શિશુ તેમજ બાળક અને તરૂણાવસ્‍થા દરમ્‍યાન લોહતત્‍વની દવાઓ માતા, બાળકો, તરૂણીઓ માટે દર અઠવાડીએ આપવાની વ્‍યવસ્‍થા છે. તથા પોષણ આપવાની વ્યવસ્થા કરાયેલ છે.
પાંચ વર્ષ થી નાના બાળકોમાં કુપોષણ ન થાય તે માટે આંગણવાડી દ્વારા પોષક આહાર આપવામાં આવે છે. તથા જો બાળકોને કોઇપણ પ્રકારની ગંભીર કુપોષણની સમસ્‍યા જણાય તો સરકારી સંસ્‍થામાં સી.એમ.ટી.સી.માં બાળકને દાખલ કરી સારવાર આપવામાં આવે છે.
આમ આરોગ્‍ય બાબતે સર્વાગી બાબતોની કાળજી વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી રાખવામાં આવે છે.રસીકરણઃ-સરકારશ્રીમાં સાર્વત્રીક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ખુબજ મોંધી એવી રસીઓ પણ સરકારી સંસ્‍થાઓ દ્વારા મમતા દિવસ મારફત ફ્રીમાં આપવામાં આવે છે. જેના કારણે બાળકોમાં જોવા મળતી ગંભીર પ્રકારની બીમારીઓનું પ્રમાણ ઘટેલ છે. અને બાળકોમાં મરણનું પ્રમાણ ધટેલ છે. દેશનો તથા રાજયનો બાળમરણ ધટાડવો તે માનવ વિકાસ સુચકાંક સુધારવા માટેનુ ઉમદા કાર્ય ગણાય છે. રસીઓ તેમની શીત શ્રુંખલામાં સચવાઇ રહે તે માટે ખુબ જ ઉત્‍કૃષ્‍ટ નેટવર્ક જાળવવામાં આવે છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ તમામ કક્ષાએ અને મમતા દિવસની જગ્‍યાએ ચોકકસ તાપમાન જળવાઇ રહે તે માટે ઉચ્‍ચ કક્ષાની સાધન સામગ્રી વાપરવામાં આવે છે.ઇ-મમતાઃ-માતા અને બાળકોને લગતા કાર્યક્રમોનુ સુચારૂ સંચાલન થઇ શકે તે માટે તમામ પ્રકારની માહિતી ઇ-મમતા નામના કોમ્‍પ્‍યુટરના સોફટવેરમાં ડેટા એન્‍ટ્રી કરવામાં આવે છે. જેથી કરીને તમામ સ્‍તરે થી કાર્યક્રમનું મોનીટરીંગ થઇ શકે છે.
આ ઉપરાંત પણ આરોગ્‍ય બાબતે શાળા આરોગ્‍ય કાર્યક્રમ , રાષ્‍ટ્રીય બાલસ્‍વાસ્‍થ કાર્યક્રમ, મુખ્‍યમંત્રી અમૃતમ યોજના, માં વાત્‍સ્‍લ્‍ય યોજના, ચિરંજીવી યોજના, બાલસખા યોજના, ક્ષય નાબુદી અભિયાન, પોલીયો રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવે છે. હાલ ભારત દેશ પોલીયો મુકત રાષ્ટ્રની કેટેગરીમાં મુકવામાં આવેલ છે. વર્ષો પહેલા લાખોની સંખ્‍યામાં દર વર્ષે નોંધાતા પોલીયો કેસોની સામે હવે છેલ્‍લાં સાત વર્ષ થી એક પણ પોલીયોનો કેસ નોંધાયેલ નથી જે ગૌરવ લેવા જેવી બાબત છે.
આમ આપણું આરોગ્ય તંત્ર, સ્ત્રીના જન્મથી કીશોરી બને ત્યારે તથા ત્યાર બાદ માતા બને ત્યારે અને એના આવનારા સંતાન માટે પણ સજાગ, જાગૃત અને હર હંમેશ તૈયાર છે. તો આવો આપણે પણ બને એટલો આરોગ્ય તંત્રને સહકાર આપીએ અને માતાના, બાળકના અને આ સમાજના તથા દેશના સ્વાસ્થ્ય વિકાસમાં ફાળો આપીએ.

પી.ડી ડાભી તળાજા – ભાવનગર
(માહિતી વીભાગ ભાવનગર દ્વારા સુચના )

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top