You are here
Home > Breaking News > બાબરામાં એસ.ટી.બસ અને બાઈક અકસ્માતમાં બે લોકો ના મોત ,11 ગંભીર રીતે ઘાયલ

બાબરામાં એસ.ટી.બસ અને બાઈક અકસ્માતમાં બે લોકો ના મોત ,11 ગંભીર રીતે ઘાયલ

livecrimenews@gmail.com

ગઈકાલે અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 1:30 ના અરસામાં બાબરના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે બેકાબુ એસ.ટી.બસ અને બાઈક ના અકસ્માતમાં માં વિરનગરના બાઈક ચાલક સહિત બંનેના મોત નિપજયા હતા. અને એસ.ટી.ના ૧૧ મુસાફરોને નાનીમોટી ઈજા પહોચી હતી.બધા ઘાયલ થયેલા લોકોને પ્રાથમિક સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ મુજબ જસદણ તાલુકાના વિરનગર ખાતે રહેતા અરવિંદભાઈ ભીમજીભાઈ ઉ.૫૫ અને દેવશી ભવાનભાઈ ઝાપડીયા ઉ.૪૦ સહિત બંનેને જી.જે.૩એપી ૨૦૩૪ નંબરના બાઈક પરથી બંને બાબરા ગયા હતા.બન્ને લોકો પોતાનું કામ પતાવી વિરનગર પરત ફરી રહ્યા હતા ત્યારે બાબરા એસ.ટી. સ્ટેન્ડ પાસે પહોચ્યા અને જી.જે.૧૮ ઝેડ ૨૫૬૬ નંબરની બેકાબુ એસ.ટી.બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલ વિરનગરના અરવિંદભાઈ અને દેવશી ઝાપડીયાને ગંભીર ઈજા પહોચતા મોત નિપજયુંં હતુ.જયારે એસ.ટી. બસના ૧૧ મુસાફરો ઘવાતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાબરા પોલીસે એસ.ટી.ના ચાલક સામે ગુનોનોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

deepak jagtap
deepakjagtap NARMADA RAJAPIPALA GUJARAT LIVECRIMENEWS.COM deepakjagtap3@gmail.com
http://livecrimenews.com

Leave a Reply

Top