You are here
Home > Breaking News > પ્રદેશના યુવાનેતા મિલન કુવાડિયાને પોતાના વતનમાં મિત્રો વર્તુળ દ્વારા ભવ્યતાથી હાર તોરા સાથે લાગણીસભર સન્માનિત કરાયા

પ્રદેશના યુવાનેતા મિલન કુવાડિયાને પોતાના વતનમાં મિત્રો વર્તુળ દ્વારા ભવ્યતાથી હાર તોરા સાથે લાગણીસભર સન્માનિત કરાયા

પ્રદેશના યુવાનેતા મિલન કુવાડિયાને પોતાના વતનમાં મિત્રો વર્તુળ દ્વારા ભવ્યતાથી હાર તોરા સાથે લાગણીસભર સન્માનિત કરાયા…

-ગઈકાલે પ્રદેશ ડેલીગેટ માં નિમણૂક થતા પોતાના વતન સિહોરમાં હર્ષોઉલ્લાસ -આજે ત્રિકોણ બાગ ખાતે બગીચામાં ફુલહાર અને મીઠા મોઢા કરાવી સન્માનિત કરાયા..

– મિલન કુવાડીયાની કાર્યશૈલી સ્વભાવ એમની રેણીકેણી એમનું સાદાઈ જીવન વિશે લખવા બેસું તો કલાકો નહિ દિવસો ઓછા પડે અને શબ્દો કોષમાં શબ્દો ખૂટે..

 

-મિલન કુવાડિયા છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. NSUI માં સૌ પ્રથમ જોડાયા બાદ ધીમે ધીમે પોતાની પ્રામાણિકતા અને પક્ષ માટેની વફાદારી થી ધીમે ધીમે પક્ષમાં પોતાની મહેનત અને કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈને કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષામાં પણ હાલ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કોંગ્રેસના મોટા ગજાના નેતાના ખાસ નજીકના ગણાતા અને પક્ષ માટે હરહંમેશ કાર્યશીલ રહેતા એવા યુવા નેતા તરીકે સારી એવી લોક ચાહના ધરાવે છે. પક્ષના યુવાનો માટે હંમેશા માર્ગદર્શક તરીકે તેઓ પોતાની ફરજ બજાવતા રહ્યા છે અનેક યુવાનોના રાજકારણમાં શ્રી ગણેશ કરાવી સારા એવા હોદ્દાઓમાં જવાબદારી સોંપાઈ છે. યુવાનેતા ઉપરાંત તેઓ સિહોર સહિત આસપાસના પંથકમાં એક સારા સામાજિક કાર્યકર તરીકે પણ હરહંમેશ તેઓ આગળ પડતા રહે છે. ને જેટલું મોટું નામ છે તેટલી જ નમ્રતા પણ તેઓ ધરાવે છે. આવા યુવા નેતાની કામગીરીને લઈને પક્ષ દ્વારા ફરી પ્રદેશમાં એક વધુ જવાબદારી સોંપી છે તેમની પ્રદેશ ડેલીગટમાં સમાવેશ કરાયો છે જેને લઈને આજ રોજ સિહોરના ત્રિકોણ બાગ સર્કલ ખાતે મિત્ર વર્તુળ દવારા ફૂલ હાર સાથે લાગણીસભર સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. અહીં મુસ્લિમ સમાજના યુવા નેતા નૌશાદ કુરેશી, જયરાજસિંહ મોરી, સલીમ બરફવાળા,નરેશ ડાખરા, સંજય ઠાકોર, ઈલિયાસ મલેક, જીતેન્દ્ર બાલધીયા, દેવરાજ બુધેલીયા, હરીશ પવાર, દિવ્યજીત સોલંકી, શિવાંગ જૈન, દીક્ષિત જે, શ્યામ જોષી, પાર્થેશ ગોહેલ, સોનુ પાંડે સહિતના યુવા મિત્રો જોડાયા હતા.

તસ્વીર :- પી.ડી ડાભી  – તળાજા / ભાવનગર

 

livecrimenews@gmail.com

livecrimenews
PD DABHI TALAJA www.livecrimenews.com 9714577186 ceo :- LIVE CRIME NEWS
https://livecrimenews.com

Leave a Reply

Top